10 એપ્રિલના રોજ મતદાન માટે તૈયાર છે દિલ્હી

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 8 એપ્રિલ: દિલ્હીમાં 10 એપ્રિલના રોજ સાત લોકસભા સીટો પર શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્વિત કરાવવા માટે ચૂંટણી પંચે લગભગ 50,000 સુરક્ષાકર્મીઓ ઉપરાંત પોલીસના 161 હવાઇ ટુકડી અને વીડિયો સર્વિલન્સ ટીમો તૈનાત કરી છે.

મતદાન સવારે સાત વાગ્યાથી છ વાગ્યા સુધી થશે. સાત લોકસભા સીટો પરથી કુલ 150 ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. દિલ્હીમાં આ વખતે કુલ 1.27 કરોડ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે જેમાંથી 3.37 લાખથી વધુ પ્રથમવાર મતદારો બની રહ્યાં છે. ચૂંટણી પંચે આ વખતે મતદાન કરવા માટે મતદાર ઓળખપત્ર અને મતદાન કાપલીની અનિવાર્યતા પણ સમાપ્ત કરી દિધી છે.

ગત વર્ષે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક રીતે થયેલા મતદાનથી ઉત્સાહિત દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી વિજય દેવે આજે જણાવ્યું હતું કે તેમણે આશા છે કે અ વખતે મતદાનની ટકાવારી ઉંચી રહેશે. તેમણે દિલ્હીના નિવાસીઓને અપીલ કરી છે કે તે બહાર નિકળે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે.

new-delhi-map

દિલ્હીમાં કુલ 11,763 મતદાન કેન્દ્ર છે જેમાંથી 327ને સંવેદનશીલ અને 97ને અતિસંવેદનશીલ જાહેર કર્યા છે. પહેલીવાર દિલ્હીના લોકોને મતદાન કરવા માટે અનિવાર્ય રીતે મતદાતા ફોટો ઓળખપત્રની જરૂર નહી પડે. ફક્ત મતદાર યાદીમાં નામ હશે તો મતદાન કરી શકશે.

વિજય દેવે કહ્યું હતું કે મતદાન કેન્દ્ર પર ઓળખપત્રના રૂપમાં મતદાર ઓળખપત્ર ઉપરાંત, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઓળખપત્ર, પાન કાર્ડ, આધાર કાર્ડ, એનપીઆર હેઠળ આરજીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલ સ્માર્ટકાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ વિમા કાર્ડ, મનરેગા નોકરી કાર્ડ ફોટા સહિત પેંશન દસ્તાવેજ અને ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રમાણિત ફોટો મતદાર કાપલી રજૂ કરી શકશે.

English summary
Over 12 million people are eligible to cast their votes on Thursday in the national capital's seven Lok Sabha constituencies, an Election Commission official said on Tuesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X