For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તેલંગાણા રાજ્ય પર સંસદની મોહર, રાષ્ટ્રપતિની મંજૂરી બાકી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ફેબ્રુઆરી: સંસદે ગુરૂવારે આંધ્ર પ્રદેશને વિભાજિત કરી તેલંગાણા રાજ્યની રચના કરવાની મંજૂરી આપી હતી. રચના બાદ તેલંગાણા દેશનું 29મું રાજ્ય હશે. રાજ્યસભામાં હંગામા વચ્ચે ગુરૂવારે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન બિલ ધ્વનિમતથી મંજૂર કરી દેવામાં આવ્યું. ઉચ્ચ સદનમાં આ બિલને મંજૂર કર્યા બાદ તેને હવે રાષ્ટ્રપતિની પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની સહી બાદ તેલંગાણા દેશનું 29મું રાજ્ય બની જશે. ટીએમસીએ આ બિલ પર વોટીંગ દરમિયાન સદનમાં વૉકઆઉટ કર્યું. બીજી તરફ એનસીપીએ પણ વૉટીંગ દરમિયાન વૉકઆઉટ કર્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આ બિલ લોકસભામાં પહેલાં જ મંજૂર થઇ ચૂક્યું છે.

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) અને ડીએમકેના સભ્યોએ બિલ મંજૂર થતાં પહેલાં સદનમાંથી બહિર્ગમન કર્યું, જ્યારે શિવસેના, તૃણમૂલ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ ખરડાનો વિરોધ કર્યો. સીમાંધ્ર વિસ્તારથી તેલૂગૂ દેશમ પાર્ટીના સાંસદોએ ચર્ચા દરમિયાન સભાપતિની આસંદી સામે 'આંધ્ર પ્રદેશ બચાવો, લોકતંત્ર બચાવો'ના નારા લગાવ્યા.

pranab-mukherjee

કોંગ્રેસ સભ્યોની સુરક્ષા ઘેરામાં સદનને સંબોધિત કરતાં વડાપ્રધાન મનમોહન સિંહે સીમાંધ્ર વિસ્તારને પાંચ વર્ષો સુધી વિશેષ પેકેજ આપવાનું આશ્વાસન આપ્યું. તેમને કહ્યું કે કેન્દ્રિય મદદ માટે 13 જિલ્લાવાળા શેષ આંધ્ર પ્રદેશને પાંચ વર્ષો સુધી વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે. આ રાજ્યની નાણાકીય સ્થિતી અત્યંત મજબૂત થશે. ખરડો પાસ થતાં પહેલાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ કહ્યું હતું કે કાનૂન અને વ્યવસ્થા સંબંધિત શક્તિઓ રાજ્યપાલને આપવામાં આવેલા પ્રસ્તાવ વિશે સંવિધાનમાં સુધારો જરૂરી છે. પરંતુ સરકાર તેના સાથે સહમત ન થઇ. અરૂણ જેટલીએ કહ્યું હતું કે આંધ્ર પ્રદેશના ભાગલા કરી તેલંગાણાના નિર્માણનો નિર્ણય કાયદાકીય રીતે યોગ્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દેશના 29મ રાજ્ય તેલંગાણા તેલગૂભાષી લોકો માટે હવે રાજ્ય થઇ જશે. તેમાં હૈદ્વાબાદ સહિત 10 જિલ્લા હશે. તેલંગાણાના અલગ થયા બાદ હવે આંધ્ર પ્રદેશમા6 13 જિલ્લા રહી જશે. 10 વર્ષ સુધી બંને રાજ્યોની રાજધાની હૈદ્વાબાદ રહેશે. 1.14 લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલ અને 3.52 કરોડની વસ્તીવાળા તેલંગાણા રાજ્ય બન્યા બાદ વસ્તી અને ક્ષેત્રફળની દ્રષ્ટિએ દેશનું 12 મોટું રાજ્ય હશે.

English summary
Telangana is just one step away from being formally declared as the 29th state of India. The Andhra Pradesh Reorganisation Bill 2014, approved by the Rajya Sabha on Thursday amid protest, will be sent for the final approval of the President Pranab Mukherjee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X