For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પોતાના કેટલાક સાંસદોની લેશે લેફ્ટરાઇટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, (વિવેક શુક્લા): ભાજપના કેટલાક સાંસદો ગભરાયેલા છે. જાણવા માંગો છો કેમ? કારણ એ છે કે તેમનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ છે. તે તેમની ક્લાસ લેશે કારણ કે તેમણે પાર્ટી હાઇકમાંડના આદેશ છતાં પણ દિલ્હીમાં યોજાયેલી નુક્કડ સભાઓમાં ભાગ લીધો નહી.

જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીએ આ સાંસદોના નામની યાદી માંગી છે. તે તેમની સાથે વાત કરશે. પૂછશે કે તેમણે નુક્કડ સભાઓમાં ભાગ કેમ ન લીધો.

narendra-modi-3

બે ડઝન સાંસદ
નરેન્દ્ર મોદી અને હાઇકમાંડના આદેશ છતાં લગભગ બે ડઝન સાંસદ નુક્કડ સભાઓમાં ગયા નહી. આ સભાઓનું આયોજન દિલ્હીમાં પાર્ટીના આગામી વિધાનસભા ચૂંટણીમાં સંભવિત ઉમેદવારોના પક્ષમાં માહોલ બનાવવા માટે થઇ રહી છે.

પૂર્વી દિલ્હી ભાજપના એક નેતાએ પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું કે પાર્ટી આ સાંસદો વિરૂદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી કરવા પર પણ વિચાર કરી રહી છે.

મંત્રીઓથી પણ નારાજ
નરેન્દ્ર મોદી ફક્ત તે સાંસદોથી નારાજ જ નહી, જે નુક્કડ સભાઓમાં આવ્યા ન હતા. નરેન્દ્ર મોદી તે કેન્દ્રિય મંત્રીઓથી પણ નારાજ છે, જેમને નુક્કડ સભાઓમાં હાજરી આપવાનું ટાળ્યું હતું.

જો કે નુક્કડ સભાઓને આયોજિત કરવાનો હેતું એ હતો કે અન્ય રાજ્યોના સાંસદ દિલ્હીમાં રહેનાર પોતાના પ્રદેશના લોકો સાથે ભાજપના પક્ષમાં વોટ આપવાની બાબતે સીધો સંવાદ કરી શકે. જો કે આ સભાઓમાં સાધ્વી નિરંજન, કીર્તિ આઝાદ, રવિ શંકર પ્રસાદ સહિત ઘણા નેતાઓનો સમાવેશ થાય છે.

English summary
PM Modi to take class of erring MPs of BJP. They skipped key public meetings in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X