For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી આજે અમેરિકામાં જો બાઇડન સાથે QUAD બેઠક કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે તેમની ત્રણ દિવસની યુએસ યાત્રા માટે આજે રવાના થશે. અમેરિકાની મુલાકાત દરમિયાન PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેવા માટે તેમની ત્રણ દિવસની યુએસ યાત્રા માટે આજે રવાના થશે. અમેરિકાની મુલાકાત દરમિયાન PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરશે અને અમેરિકા સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે તેમની મુલાકાતનો કાર્યક્રમ છે, તેમજ વડાપ્રધાન મોદીની અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથેની મુલાકાતનો કાર્યક્રમ છે.

PM Modi

ક્વાડ બેઠક સૌથી મહત્વપૂર્ણ

વડાપ્રધાન મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન મુખ્યત્વે ચાર મોટી ઇવેન્ટ છે. યુએસ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને યુએસ સાથે ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેવો, યુએસ સાથે દ્વિપક્ષીય વાતચીત, યુએન જનરલ એસેમ્બલીમાં સંબોધન અને બિઝનેસ ઇન્ટરેક્શન. વડાપ્રધાન મોદીની સાથે અમેરિકામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ જશે.

વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ જણાવ્યું હતું કે, તેમની આગામી યુએસ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન 24 સપ્ટેમ્બરના રોજ દ્વિપક્ષીય બેઠકમાં અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસને પગલે હાલની પ્રાદેશિક સુરક્ષા સ્થિતિ અંગે ચર્ચા કરશે. ઉગ્રવાદ, કટ્ટરપંથી, સરહદ પાર આતંકવાદ અને વૈશ્વિક આતંકવાદી નેટવર્કને સમાપ્ત કરવાની જરૂર છે.

24 સપ્ટેમ્બરના રોજ યુએસ પ્રમુખ જો બાઇડન પ્રથમ વખત ક્વાડ લીડર્સ સમિટનું રૂબરૂ આયોજન કરશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટમોરિસન અને જાપાનના વડાપ્રધાન યોશીહિદે સુગા શામેલ થશે.

વડાપ્રધાન મોદીનું સંયુક્ત રાષ્ટ્રને સંબોધન

25 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધિત કરશે. સંયુક્ત રાષ્ટ્રમાં આ વર્ષની મુખ્ય થીમ COVID 19 પર આધારિત હશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76મા સત્રને સંબોધતા પ્રધાનમંત્રી પ્રાદેશિક પરિસ્થિતિ, સરહદ પાર આતંકવાદ, કોવિડ 19 સામે લડવાના વૈશ્વિક પ્રયાસો અને આબોહવા પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) અને બહુપક્ષીય સંસ્થાઓમાં સુધારાની જરૂરિયાત સહિતના મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

વડાપ્રધાન મોદીની મુલાકાતની એક ખાસ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે વ્હાઈટ હાઉસમાં મુલાકાત છે. રાષ્ટ્રપતિ બાઇડન સાથે આ તેમની પ્રથમ વ્યક્તિગત મુલાકાત હશે. બંને નેતાઓ તાજેતરના મહિનાઓમાં નિયમિત સંપર્કમાં છે. નવેમ્બરમાં વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ બાઇડનને તેમની ચૂંટણી જીત માટે અભિનંદન આપવા માટે ફોન કર્યો હતો. ત્યાર બાદ તેમને આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલમાં પણ વાત કરી છે.

English summary
Prime Minister Narendra Modi will leave today for a three-day visit to the US to attend the Quad Leaders Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X