દિલ્હીમાં વિજદરમાં 8 ટકાનો વધારો, લાખો લોકો પ્રભાવિત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: દિલ્હીમાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીની વિજળી દર ઘટાડવાની પ્રતિબદ્ધતા છતાં દિલ્હી વિદ્યુત નિયામકીય આયોગ (ડીઇઆરસી)એ રાષ્ટ્રીય રાજધાનીમાં વિજળી દરમાં શુક્રવારે 8 ટકાનો વધારો કરી દિધો છે.

અરવિંદ કેજરીવાલ સરકારે તેના પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે તે વિજળીના દર વધારવાના નિયામકના નિર્ણયની ટીકા કરે છે. નવા દર શનિવારથી લાગૂ થઇ જશે.

સત્તામાં આવ્યા પહેલાં 'આપે' વાયદો કર્યો હતો કે તે દિલ્હીવાસીઓ માટે વિજળીના દર ઘટાડશે, પરંતુ તેને પસંદગીના સ્લેબમાં જ આમ કર્યું જેને ભાજપે આંખ ધૂળ નાખવાનુ6 પગલું ગણાવ્યું છે.

ડીઇઆરસીના ચેરમેન પી.ડી. સુધાકરે જણાવ્યું હતું કે ઇંધણ ફ્યુઅલ કિંમત ગોઠવણથી બોજો વધી ગયો છે જે બીએસઇએસ યમુના પાવર માટે 8 ટકા, બીએસઇએસ રાજધાની માટે 6 ટકા અને ટાટા પાવર દિલ્હી ડિસ્ટ્રીબ્યૂશન લિમિટેડ માટે 7 ટકા છે.

power

સુધાકરે જણાવ્યું હતું કે 'આ એક બોજો છે. અમે વિજ વિતરણ કંપનીઓની વિજ ખરીદ કિંમતની ગોઠવણ કરવા માટે આ નિર્ણય કર્યો છે.' ડીઇઆરસી ત્રણ મહિના બાદ ફ્યૂઅલ બોજાના રૂપમાં આ વધારાની સમીક્ષા કરશે. તેમને કહ્યું હતું કે વિજ વિતરણ કંપનીઓને નાણાંકીય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે અને તેમની મદદ માટે રસ્તો શોધવો જરૂરી છે.

આ વધારો ઉર્જા દર તથા નક્કી કરેલા ભાવ પર થશે, પરંતુ આ વધારાના 8 ટકાના બોજા પર લાગૂ નહી થાય. એક સરકારી પ્રવક્તાએ કહ્યું હતું કે 'દિલ્હી સરકાર ભાવ વધારાના નિર્ણયની આકરી ટીકા કરે છે. જ્યારે કેગ દ્વારા ઓડિટીંગનો આદેશ પહેલાં જ આપવામાં આવી ચૂક્યો છે, આ પ્રકારે નિર્ણય અવાંછિત છે.'

તેમને કહ્યું હતું કે ડીઇઆરસીને લોકો પર બોજો નાખતાં પહેલાં કેગ ઓડિટના પરિણામ આવવા સુધી પ્રતિક્ષા કરવી જોઇતી હતી. એવા સમયમાં જ્યારે આ વિજળી વિતરણ કંપનીઓની કાર્ય પ્રણાલી પર સવાલ ઉભા કરવામાં આવી રહ્યાં છે, ડીઇઆરસીને પ્રતિક્ષા કરવી જોઇતી હતી.

ડીઇઆરસીએ વિજ વિતરણ કંપનીઓની વિજ ખરીદી પડતર કિંમતની ગોઠવણ કરવામાં મદદ માટે 2012માં ફ્યૂઅલ બોજો લગાવવાનો શરૂ કરી દિધો હતો. ડીઇઆરસી દ્વારા દર વધારાનો નિર્ણય એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિજળી વિતરણ કંપનીઓ પર સરકારને 'બ્લેકમેલ' કરવાનો આરોપ લગાવ્યો છે.

અરવિંદ કેજરીવાલનો આરોપ છે કે વિજ વિતરણ કંપનીઓ દ્વારા દરરોજ 10 કલાક સુધી વિજ કાપની ધમકી આપીને 'બ્લેકમેલ' કરી રહી છે. તેમને સરકાર પર દબાણ બનાવવા માટે વિભિન્ન હથકંડા અપનાવવા માટે વિજ વિતરણ કંપનીઓના લાયસન્સ રદ કરવા સહિત કડક કાર્યવાહી કરવાની ચેતાવણી આપી છે.

English summary
Delhi's power tariff will increase six to eight percent starting Saturday as power distribution companies hiked their surcharge.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.