• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

79th Mann Ki Baat - તહેવારની ઉજવણી દરમિયાન યાદ રાખજો, કોરોના હજૂ ગયો નથી - PM મોદી

વડાપ્રધાન મોદીએ 79મી મન કી બાતમાં જણાવ્યું કે, આવનારા તમામ તહેવારો માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું. તહેવારો અને ઉમંગ વચ્ચે યાદ રાખજો કે, કોરોના હજૂ ગયો નથી. તહેવારોની ઉજવણી વચ્ચે કોરોના ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરવા
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી - વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ પોતાના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 79મા કાર્યક્રમમાં રાષ્ટ્રની જનતા પાસે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. 27 જૂનના રોજ વડાપ્રધાન મોદીએ ગત 'મન કી બાત'ના સંબોધનમાં લોકોને રસી લેવા વિનંતી કરી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રસી લીધા બાદ ઘણા લોકોને થોડા કલાકો માટે નજીવો તાવ આવે છે. આવા કપરા સમયે રસી ન લેવી તે તમારા પરિવાર અને ગામ માટે વધુ જોખમી સાબિત થઈ શકે છે. જ્યારે વડાપ્રધાન મોદીએ 79મી મન કી બાતમાં ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી ટીમનો ઉત્સાહ વધારવા માટે પણ લોકોને તાકીદ કરી હતી.

કોરોના સંક્રમણના ખતરા અંગે આપી ચેતવણી આપી

વડાપ્રધાન મોદીએ 79મી મન કી બાતમાં જણાવ્યું કે, આવનારા તમામ તહેવારો માટે હું આપ સૌને અભિનંદન પાઠવું છું. તહેવારો અને ઉમંગ વચ્ચે યાદ રાખજો કે, કોરોના હજૂ ગયો નથી. તહેવારોની ઉજવણી વચ્ચે કોરોના ગાઇડલાઇનનું કડક રીતે પાલન કરવાનું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાણીનું દરેક ટીપુ કિંમતી

79મી મન કી બાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પાણી બચાવવા અને પાણીનો કરકસરપૂર્વકનો ઉપયોગ કરવાને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવવા માટે વિનંતી કરી છે. આપણે આપણી આવનારી પેઢી માટે પાણી બચાવવાની જરૂર છે. પાણીનું દરેક ટીપુ કિંમતી છે.

વડાપ્રધાન મોદીએ જ્યોર્જિયન સરકાર અંગે કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ્યોર્જિયામાં યોજાયેલો એક પ્રસંગ યાદ કર્યો હતો. જેમાં વદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા સેન્ટ ક્વીન કેટેવનનો અવશેષ જ્યોર્જિયન સરકારને આપ્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ પ્રસંગ દરમિયાન ભારત માટે કેટલાક ખૂબ પ્રશંસાત્મક શબ્દો કહેવામાં આવ્યા હતા જે હંમેશા યાદગાર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર-પૂર્વ રાજ્યોમાં આવેલી કૃષિક્રાંતિની પ્રશંસા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, હવે મણિપુરના ઉખરુલમાં સફરજનની ખેતી જોવા મળી રહી છે. જ્યાંના ખેડૂતો બગીચામાં સફરજનની ખેતી કરી રહ્યા છે. આ લોકો હિમાચલ પ્રદેશમાં અનુરૂપ તાલીમ લેવા માટે ગયા હતા. આ લોકોમાં ટીએસ રિંગફામિ યંગ છે. જે વ્યવસાયથી એરોનોટિકલ એન્જિનિયર છે.

કોરોના સંક્રમણ બાદ બેરની ખેતીમાં વધારો થઇ રહ્યો છે. એક 32 વર્ષના યુવાન મિત્ર ત્રિપુરાના ઉનાકોટીના બિક્રમજીત ચકમા છે. બિક્રમજીતે બેરનું વાવેતર શરૂ કર્યું હતું. જે બાદ અન્ય લોકોને પણ બેર ખેતી માટે પ્રોત્સાહિત કર્યા હતા. જે કારણે તમામને બેરના વાવેતરથી મોટો ફાયદો મળ્યો છે.

ટેકનોલોજીને કારણે બાંધકામના સમયમાં ઘટાડો થઇ રહ્યો છે

એક સમય હતો, જ્યારે નાના બાંધકામોમાં પણ વર્ષોનો સમય લાગતો હતો, પરંતુ આજે ભારતમાં ટેક્નોલોજીને કારણે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

મન કી બાત ભારતના યુવાનોના વિચારો દ્વારા માર્ગદર્શન આપે છે

mygov.in દ્વારા તાજેતરના અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, મન કી બાતને પોતાનો સંદેશો અને સૂચનો મોકલનારા લગભગ 75 ટકા લોકો 35 વર્ષ કે તેથી ઓછી ઉમરના છે. જેનો અર્થ એવો છે કે, મન કી બાત દ્વારા ભારતના યુવાનોના મંતવ્યો અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. મન કી બાત એક એવું માધ્યમ છે, જ્યાં પોઝિટિવિટી અને સેન્સિટિવિટી છે.

વડાપ્રધાન મોદીએ વોકલ ફોર લોકલની કરી વાત

વડાપ્રધાન મોદીએ મન કી બાતમાં જણાવ્યું કે, આપણે વોકલ ફોર લોકલની જેમ રોજિંદા કામ કરતી વખતે પણ રાષ્ટ્રનું નિર્માણ કરી શકીએ છીએ. આપણા દેશના સ્થાનિક ઉદ્યોગ સાહસિકો, કલાકારો, કારીગરો, વણકરોને ટેકો આપવો તે આપણા સહજ સ્વભાવમાં હોવો જોઈએ.

કારગિલનાને શ્રદ્ધાંજલિ આપીએ - વડાપ્રધઆન મોદી

આવતીકાલે 26 જુલાઇ છે, દેશ રાષ્ટ્ર કારગિલ વિજય દિવસની ઉજવણી કરશે. તો ચાલો આપણે વર્ષ 1999માં રાષ્ટ્રને ગૌરવ અપાવનારા જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ. આ વર્ષે કારગિલ દિવસ અમૃત મહોત્સવ ઉજવવામાં આવશે. કારગિલ યુદ્ધ વિશે વાંચવા અને આપણા યોદ્ધાઓને યાદ કરવા માટે હું લોકોને વિનંતી કરું છું.

વિજય પંચ કેમ્પેઇનથી ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનું સમર્થન કરો - વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોશિયલ મીડિયા પર શરૂ કરવામાં આવેલા વિજય પંચ કેમ્પેઇનથી ઓલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સનો ઉત્સાહ વધારવા માટે પણ અનુરોધ કર્યો હતો.

English summary
PM Modi in Mann ki Baat : I congratulate you all for all the upcoming festivals. During festivals and gaiety, do remember that corona is not yet gone from amidst us. You don't have to forget corona related protocols.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X