• search

ત્રણ દેશોની યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા વડાપ્રધાન

By Kumar Dushyant
Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

નવી દિલ્હી, 19 નવેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફિજીના પોતાના નવ દિવસીય પ્રવાસ બાદ આજે સ્વદેશ પરત ફર્યા. આ દરમિયાન વડાપ્રધાને ઘણી આંતરરાષ્ટ્રીય શિખ બેઠકોમાં ભાગ લીધો. વડાપ્રધાન અને તેમના પ્રતિનિધિમંડળને લઇને એર ઇન્ડિયાના વિશેષ વિમાન ફિજીની રાજધાની સુવાથી 14 કલાકની ઉડાણ બાદ સવારે 7.15 વાગે અહીં એરપોર્ટ પર ઉતર્યા. આ લાંબી યાત્રા દરમિયાન વિમાન મ્યાંમારના યંગૂનમાં ઇંધણ ભરાવવા માટે બે કલાક રોકાયું હતું.

વિદેશ મંત્રી સુષમા સ્વરાજ તથા ઘણા અન્ય મંત્રી એરપોર્ટ પર પહોંચ્યા. ત્રણ દેશોની પોતાની યાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યામાંરમાં ઇસ્ટ એશિયા અને આસિયાન-ભારત અશિખર બેઠકમાં ભાગ લીધો. ઓસ્ટ્રેલિયામાં તેમણે જી 20 શિખર બેઠકમાં ભાગ લીધો તથા પોતાની ઓસ્ટ્રેલાઇ અને ફિજીના સમકક્ષો સાથે મુલાકાત કરી.

Another picture of the PM being welcomed at Delhi airport. pic.twitter.com/Yahd6ouRES
— PMO India (@PMOIndia) November 20, 2014

1981માં તત્કાલીન વડાપ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની યાત્રા બાદ ફિજીની યાત્રા પર જનાર પ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સમકક્ષ ફ્રૈંક બૈનીમરામાની સાથે ચર્ચા કરી અને ફિજી માટે કુલ આઠ કરોડ ડોલરની લોન સુવિધા પુરી પાડવાની જાહેરાત કરી. તેમણે ફિજીની સંસદને પણ સંબોધિત કરી અને કહ્યું કે ભારત 'ડિજીટલ ફિજી'ના નિર્માણ માટે તૈયાર છે. સંસદીય ચૂંટણી બાદ તે ફિજીની સંસદને સંબોધિત કરનાર પ્રથમ વિદેશી નેતા છે.

મોદી પોતાની ફિજી યાત્રા દરમિયાન પ્રશાંત મહાસાગર વિસ્તારના બધા 14 દેશો માટે આવાગમન પર વિઝાની સુવિધાની જાહેરાત કરી અને આશા વ્યકત કરી કે તેનાથી લોકો વચ્ચે પરસ્પર સમજણને સારી બનાવવામાં મદદ મળશે.

બંને દેશોએ બહુપ્રતિક્ષિત મુક્ત વેપાર કરારને આગામી વર્ષના અંત સુધી અંતિમ રૂપ આપવા અને સાથે જ અસૈન્ય પરમાણું કરારને પણ 'જલદી સંપન્ન' કરવા માટે સહમતિ વ્યક્ત કરી જેથી ભારતને યૂરેનિયમની આપૂર્તિનો માર્ગ ખુલશે. ઓસ્ટ્રેલિયા પહોંચવાથી પૂર્વ મોદીએ મ્યાંમારમાં આસિયાન-ભારત શિખર બેઠક અને ઇસ્ટ એશિયા સમિટમાં ભાગ લીધો. મ્યાંમારની રાજધાનીએ પઇ તાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાર પર ભાર મુક્યો કે વિશ્વ સમુદાયને ધર્મ અને આતંકવાદની વચ્ચે કોઇપણ સંબંધને નકારી કાઢવો જોઇએ તથા બધા જ પ્રકારના આતંકવાદના વિરૂદ્ધ મુકાબલા માટે 'વાસ્તવિક આંતરાષ્ટ્રીય' ભાગીદારી સ્થાપિત કરી જોઇએ.

External Affairs Minister and other dignitaries receive PM at Delhi airport. pic.twitter.com/RnLy30l9YB
— PMO India (@PMOIndia) November 20, 2014

ભારત-આસિયાન સંબંધો વિશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમના સંબંધોમાં કોઇ 'અવરોધ' નથી અને તે 'મહત્વપૂર્ણ' ભાગીદાર બની શકે છે. તેમણે કહ્યું કે ભારતની વેપાર નીતિ અને માહોલમાં 'મોટો સુધારો' થશે. તેમણે દસ દેશોના આસિયાનની સાથે સંપર્ક સ્થાપિત કરવા સંબંધી પ્રોજેક્ટને ત્વરિત ક્રિયાન્વયન માટે એક વિશેષ વ્યવસ્થાને પ્રસ્તાવ આપ્યો. શિખર બેઠકોથી ઇતર નરેન્દ્ર મોદીએ ચીનના વડાપ્રધાન લી ક્વિંગ, પોતાના મલેશિયાઇ સમકક્ષ નજીબ રજ્જાક, રૂસી વડાપ્રધાનમંત્રી દમિત્રિ મેદવેદેવ અને થાઇ સમકક્ષ પ્રયુત છાન ઓ છા સાથે મુલાકાત કરી.

English summary
Prime Minister Narendra Modi returned home on Thursday after a nine-day-three-nation tour of Myanmar, Australia and Fiji during which he had a range of international engagements.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more