For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્હીમાં રાહુલનું નિરસ ભાષણ, શીલાના કર્યા વખાણ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 27 ઓક્ટોબર: એક એવો દિવસ આવશે જ્યારે આમ આદમીની શક્તિ ખરેખર દેશને આગળ લઇ જશે. વિપક્ષ કહે છે કે જનતાએ સિસ્ટમમાં ન હોવું જોઇએ. નોકરશાહોએ સિસ્ટમ ચલાવવી જોઇએ. પરંતુ અમારું કહેવું છે કે આમ આદમીએ જ સિસ્ટમ ચલાવવી જોઇએ. આ વાત રાહુલ ગાંધીએ દિલ્હીના મંગોલપુરીમાં આયોજીત કોંગ્રેસની રેલી દરમિયાન કરી હતી.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી નબળા અને પછાત વર્ગોની ભલાઇ માટે તેમના પાર્ટી દ્વારા કરવામાં આવેલા કામોમાં રોડા નાખે છે.
રાહુલ ગાંધીએ દિલ્હીમાં પોતાની પ્રથમ ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે કેન્દ્રની યુપીએ સરકારે ગત દસ વર્ષોમાં લોકોને વિભિન્ન અધિકારો અપાવવા માટે કાયદા બનાવ્યા છે. કોંગ્રેસ ગરીબો, મજૂરો અને પછાત બધાને અધિકાર અપાવવા માટે કામ કરે છે. તેમને કહ્યું હતું કે કોંગ્રેસ જ્યારે ગરીબોના હિતની યોજના બનાવે છે તો વિપક્ષ તેમાં વિધ્નો ઉભા કરે છે.

આ સંદર્ભમાં ખાદ્ય સુરક્ષા બિલનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે તેન મંજૂર કરતી વખતે વિપક્ષો સવાલ ઉઠાવ્યા હતા કે તેના માટે પૈસા ક્યાં આવશે અને અમે બતાવી દિધું કે આ વી યોજનાઓ માટે ઘન કેવી રીતે કાઢી શકાય છે.

દિલ્હીમાં રેલીને સંબોધિત કરતાં કહ્યું હતું કે ગત 15 વર્ષોમાં શીલા દીક્ષિતે દિલ્હીને બદલી નાખ્યું છે. દિલ્હીને શીલાજીએ હાઇટેક બનાવ્યું છે. દિલ્હીમાં 130 ફ્લાઇઓવર અને ઓવરબ્રિજ બનાવ્યા.

rahul-gandhi

દિલ્હીના મુદ્દાઓ પર કેન્દ્રિત રહેતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દિલ્હીના મેટ્રો મૉડલને ઇન્ડોનેશિયા જેવા બીજા દેશ પણ અપનાવવા જઇ રહ્યાં છે. યુપીએ સરકારે દિલ્હીવાસીઓને એક વિશ્વસ્તરીય હવાઇ મથક આપ્યું છે.

કામ અને રોજગારની શોધમાં ખાસકરીને બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડથી દિલ્હી આવીને વસેલા લોકોને આપેલા સંદેશામાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જે લોકો બહારથી આવે છે, અમે તેમના હાથમાં હાથ નાખીને આગળ વધીએ છીએ. આ પહેલાં દિલ્હીની મુખ્યમંત્રી શીલા દીક્ષિતના અનુસાર વિધાનસભાની ચૂંટણીની જાહેરત દિલ્હીમાં રાહુલ ગાંધીની પ્રથમ રેલી છે, એટલા માટે તેને સફળ બનાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે.

English summary
Hard-selling the development work carried out in Delhi in the last 15 years and UPA's food security bill, Rahul Gandhi on Sunday reached out to migrant voters who constitute around one-third of the population.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X