For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AICC બેઠકમાં સોનિયાએ કહ્યું, 'અમે કહીએ છીએ તે કરીએ છીએ'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 જાન્યુઆરી: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (એઆઇસીસી)ની બેઠક શુક્રવારે સવારે શરૂ થઇ. દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એઆઇસીસી સંમેલનને સંબોધિત કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને કહ્યું હતું કે રાહુલ ગાંધીની ભૂમિકાને લઇને કોંગ્રેસ કાર્ય સમિતિનો નિર્ણય અંતિમ છે. રાહુલ ગાંધી વિશે નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. ગઇકાલે (ગુરૂવારે) જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ફાઇનલ છે.

રાહુલ ગાંધી વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમને એ પણ કહ્યું હતું કે આગામી ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં નહી આવે. સોનિયા ગાંધીએ અપીલ કરી હતી કે સંસદમાં લંબિત ભ્રષ્ટાચાર વિરોધી ધારાસભ્યોને પારિત કરવા માટે બધા પક્ષોને ભાગલા પાડોના રાજકારણથી બહાર આવીને મદદ કરવી જોઇએ. આ મુદ્દે કોંગ્રેસે પોતાના સ્તર પર ગંભીર પહેલ કરી છે.

sonia-manmohan-rahul

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે અમે જે કહીએ છે, તે કરીએ છીએ. કોંગ્રેસ આગળની લડાઇ લડવા માટે તૈયાર છે. કોંગ્રેસ પહેલાંથી જ સંકટનો દોર જોઇ ચૂકી છે. જવાહર લાલ નહેરુંએ એકવાર કહ્યું હતું કે કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ભર્યો હશે. તેના માટે કોંગ્રેસ મૂલ્યોને લઇને પ્રતિબદ્ધ છે. બધાને સાથે લઇને ચાલવાની કોંગ્રેસની પરંપરા છે. વડાપ્રધાન મનમોહન સિંહે ગરિમા સાથે નેતૃત્વ કર્યું. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં આશા જગાવતાં તેમને કહ્યું કે અમારી લડવાની હિંમત અમારી સાથે છે. અમારા કાર્યકર્તા દરેક ગલી મહોલ્લામાં છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે યુપીએ સરકારે બે તૃતિયાંશ જનતાને ભોજનની ગેરેન્ટીનો અધિકાર આપ્યો. આ ઉપરાંત શિક્ષાનો અધિકારનો કાયદો બનાવ્યો, મિડ ડે મીલને ખાસ મહત્વ આપ્યું અને સૂચનાના અધિકારને આમ આદમીના હાથોને તાકાત બનાવે. અમારી સરકારે સૌથી વધુ વિકાસની યોજનાઓ ચલાવી. અમે લોકોની આકાંક્ષાઓને વધારી.

તેમને ભાજપ અને નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે સેક્યુલરિઝમ આપણા દેશની ઓળખાણ છે. આજે સાંપ્રદાયિક શક્તિઓથી સૌથી મોટો પડકાર છે. સાંપ્રદાયિક શક્તિઓથી દેશને ખતરો છે. આપણે હિંસા વધારવાની વિચારધારાને કેવી રીતે સહન કરી શકીએ. એકતાના નામે એકરૂપતા અપનાવી રહી છે વિપક્ષ. ભાજપ સમાજને વહેચવાનું કામ કરે છે. મુખ્ય વિપક્ષી પક્ષ સમાજને વહેચી રહ્યો છે, હિંસા ફેલાવી રહ્યો છે. ધર્મ નિરપેક્ષતા રાજકિય વિધ્ન નથી, પરંતુ કોંગ્રેસ માટે આ આસ્થાનો મુદ્દો છે.

English summary
Congress party leader Sonia Gandhi addressed the AICC meet in New Delhi. She urged members to keep a united front and fight the upcoming elections with force and dignity.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X