5 લોકો માટે મહિને 600 રૂપિયાનું કરિયાણું પુરતું છે : શીલા દિક્ષિત

શીલા દિક્ષીતે સ્પષ્ટ કહ્યું હતું કે આ સબસિડી પાંચ સભ્યોના પરિવારમાં મહિને 600 રૂપિયાનો ખર્ચ પર્યાપ્ત છે જેથી તે દાળ, રોટલી અને ભાત ખરીદી શકે છે. દિલ્હીના મુખ્યમંત્રી શનિવારે ત્યાગરાજ સ્ટેડિયમમાં 'કેશ સબસિડી યોજના'ની યોજનાના અવસરે ભાષણ આપી રહ્યાં હતા તે સમયે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી પણ હાજર હતા.
સ્ટેડિયમની બહાર એક મહિલાએ શીલા દિક્ષિતના નિવેદનને નકારી કાઢતાં કહ્યું હતું કે 5 થી 7 લોકોના પરિવારમાં મહિને 1000 થી 3000 રૂપિયા જેટલો કરિયાણાનો ખર્ચ થાય છે અને તે કહેવાની જરૂર નથી. અત્રે ઉલ્લેખનીય છે કે સબસિડીના પૈસા સીધા લોકોના ખાતાં જમા કરવાની સરકારની યોજના 1 જાન્યુઆરીથી શરૂ થશે. સરકારે કેશ સબસિડી યોજનાને ગેમ ચેન્જર ગણાવતાં તમને તમારા પૈસા તમારા હાથમાંનો નારો આપ્યો હતો. શરૂઆતમાં દેશના 51 જિલ્લાને આવરી લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
