For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિંગલ ડોઝ સ્પુટનિક લાઈટ વેકસીન સપ્ટેમ્બરમાં આવે તેવી શકયતા

કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે સ્પુટનિક લાઇટ વેકસીન સપ્ટેમ્બરમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સિંગલ ડોઝ રસી હશે, જેની કિંમત લગભગ 750 રૂપિયા હશે. આ વેકસીન સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત થશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : કોરોના રોગચાળા સામે રસીકરણ અભિયાનને વધુ વેગ આપવા માટે સ્પુટનિક લાઇટ વેકસીન સપ્ટેમ્બરમાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ સિંગલ ડોઝ રસી હશે, જેની કિંમત લગભગ 750 રૂપિયા હશે. આ વેકસીન સંપૂર્ણપણે ભારતમાં ઉત્પાદિત થશે. ફાર્માસ્યુટિકલ કંપની પેનાસીયા બાયોટેકે ભારતના ડ્રગ રેગ્યુલેટર DCGIને એક ડોઝિયર સુપરત કર્યું છે, જેમાં રસીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગવામાં આવી છે.

Sputnik light vaccine

દર વર્ષે સ્પુટનિક Vના 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરશે

સ્પુટનિક લાઇટ વેકસીન શરૂઆતમાં મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ થશે, પરંતુ ધીમે ધીમે તેનું ઉત્પાદન વધ્યા બાદ તેની ઉપલબ્ધતા વધશે. પેનાસીયા બાયોટેકે ભારતમાં સ્પુટનિક V લોન્ચ કરવા માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) સાથે ભાગીદારી કરી છે. નોંધનીય છે કે, RDIF એ દેશમાં રસી બનાવવા માટે ડો. રેડ્ડીઝ સાથે પહેલેથી જ ટાય અપ કરી લીધું છે. બંને કંપનીઓ દર વર્ષે સ્પુટનિક Vના 100 મિલિયન ડોઝનું ઉત્પાદન કરવા સંમત થયા છે. આ રસી દેશમાં 12 એપ્રિલના રોજ ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી.

ક્લિનિકલ ટ્રાયલમાં રસી 97.6 ટકા અસરકારક

ઉલ્લેખનીય કે, ભારત સિવાય સ્પુટનિક વેકસીન વધુ 65 દેશોમાં રજીસ્ટર્ડ છે. ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ રસી 97.6 ટકા અસરકારક સાબિત થઈ છે. RDIF અનુસાર સ્પુટનિક લાઈટ વેકસીન અન્ય રસીઓ સાથે સંયોજનમાં અસરકારક રીતે વાપરી શકાય છે, જે વિશ્વના ઘણા દેશોના અભ્યાસમાં સાબિત થયું છે.

English summary
The Sputnik light vaccine could arrive in September to further accelerate the vaccination campaign against the corona epidemic. Notably, this will be a single dose vaccine, which will cost around Rs 750.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X