For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MCDમાં કામ કર્યું હોત તો મંત્રીઓની સેના ઉતારવી ના પડતઃ અરવિંદ કેજરીવાલ

દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : દિલ્હી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને બીજેપી અને આમ આદમી પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. એક તરફ બીજેપી સારા કામો કર્યા હોવાનો દાવો કરીને મતદાન કરી રહી છે તો બીજી તરફ આમ આમ આદમી પાર્ટીના નેતાઓ અને ખુદ અરવિંદ કેજરીવાલ બીજેપી પર નિષ્ફળતાનો આરોપ લગાવી રહ્યા છે. હાલ ચૂંટણી પ્રચાર વચ્ચે કેજરીવાલે બીજેપી પર પ્રહારો કર્યા હતા.

arvind kejriwal

આમ આદમી પાર્ટીને કન્વિનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો બીજેપીએ મહાનગરપાલિકામાં તેના શાસન દરમિયાન કામ કર્યું હોત તો આજે પ્રચારમાં મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓની જરૂર ન પડી હોત. 4 ડિસેમ્બરે યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓ પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે ડોર-ટુ-ડોર પ્રચાર દરમિયાન સ્થાનિક રહેવાસીઓ સાથે ચર્ચા કરતી વખતે તેમણે આ વાત કહી હતી.

આમ આદમી પાર્ટી કોઈપણ ભોગે દિલ્હી મહાનગરપાલિકામાં સત્તા મેળવવા મેદાને છે ત્યારે હવે કેજરીવાલ સહિતના નેતાઓ બીજેપી પર પ્રહાર કરવાનો એક પણ મોકો છોડી રહ્યા નથી. અહીં બીજેપી પર પ્રહારો કરતા કેજરીવાલે દાવો કર્યો હતો કે, શહેરમાં દરેક જગ્યાએ કચરો છે. આપ સત્તામાં આવશે તો શહેરને સાફ કરાશે. બીજેપી રાત-દિવસ મને ગાળો આપે છે. અમે પાણીની વ્યવસ્થા કરી છે, કચરાના નિકાલની જવાબદારી પણ લઈશું. આપને એક તક આપો, અમે શહેરને અગાઉ ક્યારેય ન હોય તેવું સ્વચ્છ બનાવીશું. કેજરીવાલે સ્થાનિક રહેવાસીઓને કહ્યું કે, અમે દિલ્હીને ચમકાવીશું. પ્રચાર દરમિયાન તેમની સાથે મંત્રીઓ પણ હતા.

ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપીએ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે ત્યારે સતત બન્ને પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. બીજેપીના સ્ટાર પ્રચારકોને લઈને કેજરીવાલે કહ્યું કે, મેં ભાજપને મ્યુનિસિપલ ચૂંટણીમાં મુખ્યમંત્રીઓ અને અનેક કેન્દ્રીય મંત્રીઓને મેદાનમાં ઉતારતા જોયા છે. જો MCDમાં કામ કર્યું હોત તો તેમને પ્રચાર માટે આટલા મંત્રીઓની જરૂર ન પડી હોત.

અહીં તમને જણાવી દઈએ કે, દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પીયૂષ ગોયલ, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ સહિતના ઘણા મોટા નેતાઓ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે.

English summary
they would not have had to bring down army of ministers if they had worked in mcd: Arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X