Video: નશામાં ધુત છોકરીનો દિલ્હીના કનોટ પ્લેસમાં હંગામો
દિલ્હીના કનોટ પ્લેસમાં નશામાં ધુત એક મેડમનો હંગામો કલાકો સુધી ચાલ્યો. આ ડ્રામાનો ઘણા લોકોએ વીડિયો પણ બનાવી લિધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેડમે નશામાં ધુત થઇ પોતાના બાપનું નામ આપી આપીને પોલીસ સાથે પણ ખુબ જ મોટો ઝઘડો કર્યો.
આ વિવાદ રાજીવ ચોક મેટ્રો સ્ટેશનની સામે થયો. જાણકારી મુજબ ખુબ જ ઝડપથી આવતી મસીડીસે એક બાઇકને જોરદાર ટક્કર મારી. કારમાંથી યુવક અને યુવતી ઉતરીને બાઇક સવાર સાથે મારપિટ ચાલુ કરી દીધી.

નશામાં ધુત યુવક અને યુવતીએ પહેલા રસ્તા પર ત્યારબાદ પોલીસ સ્ટેશને અને હોસ્પિટલમાં પણ ખુબ હંગામો કર્યો અને પોલીસ અને ડોક્ટર સાથે ગાળા ગાળી પણ કરી હતી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કઈ રીતે આ છોકરી પોતાના પપ્પાના નામની ધમકી આપી રહી હતી અને કહી રહી હતી કે તે એક ફોન કરશે તો બધા જ ફસાઈ જશે.












Click it and Unblock the Notifications
