For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હનુમાન જયંતિના દિવસે જહાંગીરપુરીમાં હિંસા, જાણો શું છે કારણ?

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારની સાંજે હનુમાન જયંતિના અવસર પર બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે હનુમાન જયંતિ નિમિત્તે ઝાંખી કાઢવામાં આવી રહી હતી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 17 એપ્રીલ : દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં શનિવારની સાંજે હનુમાન જયંતિના અવસર પર બે સમુદાયો વચ્ચે હિંસાની ઘટના સામે આવી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે હનુમાન જયંતિ નિમિત્તે ઝાંખી કાઢવામાં આવી રહી હતી, જે દરમિયાન કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો અને વાહનોને આગ લગાડી હતી.

આ ઘટના શનિવારના રોજ સાંજે લગભગ 6 કલાકે બની હતી, આ હિંસામાં કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે, પરંતુ આખરે આ સમગ્ર ઘટના કેવી રીતે શરૂ થઈ અને તેની પાછળ કોણ છે? તે મહત્વનો મુદ્દો છે. જોકે દિલ્હી પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ઘટના બાદ સ્થાનિક લોકોએ તેના વિશે ખુલીને વાત કરી અને તેની પાછળના બે કારણો સામે આવ્યા છે.

ઘટનાની પ્રથમ બાજુ

ઘટનાની પ્રથમ બાજુ

કેટલાક સ્થાનિક લોકોનું કહેવું છે કે, હનુમાન જયંતિની ઝાંખી દરમિયાન સાંજે 5.40 વાગ્યે હિંસા શરૂ થઈ હતી. હનુમાન જયંતિની આ ઝાંખી અન્ય સમુદાયના ધાર્મિકસ્થળ પર પહોંચતા જ અહીં નમાજનું આયોજન કરવામાં આવી રહ્યું હતું.

આરોપ છે કે, રેલીમાં કેટલાક લોકોએ જોર જોરથી નારા લગાવવાનું શરૂ કર્યું હતું, સંગીતવગાડવાનું શરૂ કર્યું હતું, અહીં ભગવો ધ્વજ પણ લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ અહીં બે સમુદાયો વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ હતી. એક સ્થાનિક નાગરિકેજણાવ્યું કે, સવારે આવી જ રેલી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી.

ઘટનાની બીજી બાજુ

ઘટનાની બીજી બાજુ

એક બાજુ એવી પણ છે, જે આ વાતને નકારે છે. કેટલાક સ્થાનિકોનું કહેવું છે કે, હનુમાન જયંતિની રેલીને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી હતી, રેલીને જાણીજોઈને મોટા અવાજે સંગીતને ટાંકીને રોકવામાં આવી હતી.

પોલીસને આ ઘટના અંગે લગભગ 6.20 કલાકે માહિતી મળી હતી. સાંજે 7 વાગ્યા સુધીમાં, વધારાનીપોલીસ દળ અહીં પહોંચી ગયું અને થોડા કલાકોમાં પરિસ્થિતિને કાબૂમાં કરી હતી. રિપોર્ટ અનુસાર અહીં લોકોએ પથ્થરમારો સિવાય ફાયરિંગ પણ કર્યું છે. પોલીસને શંકાછે કે હિંસા દરમિયાન જ ગોળી ચલાવવામાં આવી હતી. જેમાં એક પોલીસકર્મીને ગોળી વાગી છે.

કસ્ટડીમાં 15 લોકો

કસ્ટડીમાં 15 લોકો

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન 6 રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી, પરંતુ પોલીસ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.

આ કેસમાંપોલીસે અત્યાર સુધીમાં 15 લોકોની અટકાયત કરી છે, પોલીસે શનિવારની રાત્રે જ આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ઘટના બાદ લગભગ 15 લોકોને કસ્ટડીમાંલઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આવા સમયે પોલીસ વિસ્તાર પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, કોઈનીછત પર પથ્થરો રાખવામાં આવ્યા છે કે કેમ?

English summary
Violence in Jahangirpuri on the day of Hanuman Jayanti, know what was the reason?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X