વડાપ્રધાન મોદીના ફેને કરી શ્રીનગરથી દિલ્હીની 815 કિમી પદયાત્રા, શું ફેનને મળશે PM?
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કોઇથી છૂપાયેલી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોની કોઈ કમી નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા જબરા ચાહક ફહીમ નઝીર શાહ છે.
28 વર્ષીય ફહીમ નઝીર શાહ વડાપ્રધાન મોદીનું ધ્યાન આકર્ષિત કરવા અને તેમને મળવા માટે શ્રીનગરથી દિલ્હી 815 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યા છે. ફહીમ નઝીર શાહને આશા છે કે, તેમને શ્રીનગરથી પગપાળા દિલ્હી આવવાના કારણે વડાપ્રધાન મોદીનું ધ્યાન ચોક્કસપણે તેમની તરફ જશે અને તેમને મળશે.

હું વડાપ્રધાન મોદીનો મોટો ચાહક છું : ફહીમ નઝીર શાહ
28 વર્ષીય ફહીમ નઝીર શાહ મૂળ શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના છે. નઝીર શાહ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે. રવિવારે એટલે કે 22 ઓગસ્ટના રોજ ફહીમ નઝીર શાહ
શ્રીનગરથી 200 કિમી ચાલીને ઉધમપુર પહોંચ્યા છે. અહીં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, હું વડાપ્રધાન મોદીનો મોટો ચાહક છું અને તેમને મળવા માંગુ છું.

'PM મોદીને મળવાનું મારું સપનું છે'
શ્રીનગરના શાલીમાર વિસ્તારના રહેવાસી ફહીમ નઝીર શાહે જણાવ્યું હતું કે, હું મારા પ્રવાસમાં ટૂંકા વિરામ લીધા બાદ દિલ્હી પહોંચીશ. મને વિશ્વાસ છે કે, આ મુશ્કેલ યાત્રાની અંતે વડાપ્રધાન મોદીને મળવાનું મારું સ્વપ્ન સાકાર થશે. નઝીર શાહે કહ્યું કે, તેમનું સપનું વડાપ્રધાન મોદીને મળવાનું છે. તેથી જ તેમણે PM સાથે મુલાકાત કરવા માટે આ માર્ગ પસંદ કર્યો છે.
નઝીર શાહે જણાવ્યું હતું કે, હું તેમની પાસેથી વડાપ્રધાન મોદીને મળવા પગપાળા દિલ્હી જઈ રહ્યો છું અને મને આશા છે કે, હું વડાપ્રધાનનું ધ્યાન આકર્ષિત કરીશ.વડાપ્રધાનને મળવાનું મારું સ્વપ્ન છે.

નજીર શાહ મોદીના 'જબરા ફેન' બની કેવી રીતે બન્યા
ફહીમ નઝીર શાહે કહ્યું કે, હું છેલ્લા 4 વર્ષથી સતત સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીને ફોલો કરી રહ્યો છું. તેમની વાણી અને ક્રિયાઓ મારા હૃદયને સ્પર્શી ગઈ છે.
PM મોદીના ચાહક કેમ છે? તે સવાલના જવાબમાં ફહીમ નઝીર શાહે કહ્યું કે, એક સમયે જ્યારે વડાપ્રધાન મોદી એક રેલીમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને 'અઝાન' (પ્રાર્થના માટે મુસ્લિમ કોલ)નો અવાજ સંભળાયો. આ સાંભળીને વડાપ્રધાન મોદી અચાનક અટકી ગયા, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. આ જોઈને મને પણ નવાઈ લાગી હતી. આપણા પ્રધાનમંત્રીની આ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ અને હું તેમના મોટો ચાહક બની ગયો.

નઝીર અઢી વર્ષથી PM મોદીને મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે
ફહીમ નઝીર શાહે કહ્યું, છેલ્લા અઢી વર્ષથી મેં દિલ્હીમાં વડાપ્રધાન મોદીને મળવા માટે ઘણા પ્રયત્નો કર્યા છે. વડાપ્રધાન મોદીની છેલ્લી કાશ્મીર મુલાકાત દરમિયાનસુરક્ષાકર્મીઓએ મને તેમને મળવા દીધા ન હતો. મેં ઘણી વાર પ્રયત્ન કર્યો પણ દર વખતે હું તેમને મળવામાં નિષ્ફળ રહ્યો છૂં. ફહીમ નઝીર શાહે કહ્યું કે, આ વખતેમને ખાતરી છે કે, મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની તક મળશે.

'370 હટાવ્યા બાદ કાશ્મીરમાં પરિવર્તન આવી રહ્યું છે'
જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ્દ કર્યા બાદ આવેલા ફેરફાર અંગે એટલે કે કલમ 370 રદ્દ કરીને તેને વર્ષ 2019માં કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા અંગે નઝીર શાહેકહ્યું, કાશ્મીરમાં પરિવર્તન દેખાઇ રહ્યો છે. કારણ કે, વડાપ્રધાન મોદીનું ધ્યાન સતત જમ્મુ અને કાશ્મીર પર છે. કલમ 370 હટાવ્યા બાદ પરિસ્થિતિ બદલાઈ રહી છે,વિકાસના કામો વધુ ગતિએ ચાલી રહ્યા છે અને કેન્દ્રશાસિત પ્રદેશ આગળ વધી રહ્યો છે.

નજીર આ વસ્તુઓ PM સાથે કરવા માંગે છે
ફહીમ નઝીર શાહે કહ્યું કે, તેમને વડાપ્રધાન મોદીને મળવા અને શિક્ષિત અને બેરોજગાર યુવાનોની સમસ્યાઓ વિશે વાત કરવા માંગે છે.
તેમને નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રશાસિત પ્રદેશમાં ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસ અંગે પણ ચર્ચા કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે, 05 ઓગસ્ટ, 2019ના રોજ જમ્મુ કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 રદ્દ કરવામાં આવી હતી.