For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલના મામા નિકળ્યા કૌભાંડી, 5 કરોડની હેરાફેરીનો કેસ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 ડિસેમ્બર: સચ્ચાઇ, ઇમાનદારી અને ભ્રષ્ટાચાર વિરૂદ્ધની લડાઇના જોરે દિલ્હીની સત્તા પ્રાપ્ત કરનાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના એક સંબંધી પર કરોડો રૂપિયાના ગોટાળાનો આરોપ છે. મામલો પાસે છે અને પોલીસે તપાસમાં મદદ માટે સેબી (Securities and Exchange Board of India)ને પત્ર લખ્યો છે.

જી હાં અરવિંદ કેજરીવાલના મામા રામબાબૂ અગ્રવાલની શેર બ્રોકિંગ કંપનીમાં 5 કરોડ રૂપિયાના ગોટાળાની તપાસમાં હિસાર પોલીસે હવે સેબીની મદદ માટે પત્ર લખ્યો છે. આ સાથે જ પોલીસે ડાયરેક્ટર ઇન્ફોર્સમેન્ટ અને ઇન્કમ ટેક્સ કમિશ્નરને તથ્યોથી અવગત કરાવતાં તપાસમાં મદદ કરવાનો અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે હરિયાણના હિસારના ગ્રીન સ્કેવર માર્કેટ સ્થિત ટીઆર કેપિટલ લિમીટેડ ડાયરેક્ટર રામબાબૂ અગ્રવાલની ફરિયાદના આધારે પોલીસે ગત 3 જૂનના રોજ કંપનીમાં 5 કરોડ રૂપિયાના ગોટાળાનો કેસ દાખલ કર્યો હતો.

arvind-kejriwal-uncle-scam

રામબાબૂ અગ્રવાલે પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું હતું કે શહેરના ઓટો માર્કેટ નિવાસી અને કંપનીના સીએ અનિલ યાદ્વ અને આર્ય બજાર નિવાસી રવિન્દ્ર કુમારે કંપનીમાં પાંચ કરોડ રૂપિયા હડપી લીધા છે. આટલું જ નહી જે જાણકારી મળી છે તે મુજબ આ કેસમાં અરવિંદ કેજરીવાલ પણ થોડા દિવસો પહેલાં પોલીસ કમીશ્નર સાથે મુલાકાત કરી ચૂક્યાં છે.

બીજી તરફ કંપનીના સીએ અનિલ યાદવનું કહેવું છે કે રામબાબૂ અગ્રવાલ જે એકાઉન્ટમાં ગોટાળાની વાત કરી છે તે પોતે ઉપયોગ કરતાં હતા. અનિલ યાદવનું કહેવું છે કે હું એકાઉન્ટની પુરી માહિતી પોલીસને આપી દિધી છે. તેમને જણાવ્યું હતું કે રૂપિયા એકાઉન્ટમાંથી જ મળી રહ્યાં છે અને જો ગોટાળો થયો હોય તો રકમ ના મળતી. અનિલ યાદવે શેરનું કામ ચેક દ્વારા થાય છે અને એવામાં ઉચાપતની આશા રાખી ન શકાય.

English summary
Will Arvind Kejriwal fight against his uncle, who has been found in a scam in Haryana. So the big test will be for AAP leaders who are campaigning there.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X