કેજરીવાલના દ્વારે પુત્રીની જીંદગીની ભીખ માંગતી રહી એક મા

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 જાન્યુઆરી: એક મજબૂર, નિસહાય અને ગરીબ માં પોતાની 6 વર્ષની પુત્રીને છાતીએ લગાવીને અરવિંદ કેજરીવાલના દ્વારા પર પહોંચી અને પુત્રીની જીંદગીની ભીખ માંગવા લાગી. ભરેલા અવાઝે પોતાની પુત્રીને આગળ વધારી અને ફક્ત એટલું કહું કેજરીવાલ જી! મારી પુત્રીને બચાવી લો. પરંતુ આમ આદમીના મસીહા હોવાનો દાવો કરનાર દિલ્હીના મુખ્યંત્રી અને આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલે તે નિસહાય માતાની તરફ જોયું પણ નહી. અને તેને ઘરેથી નિકાળી દિધી.

અરવિંદ કેજરીવાલના આ પ્રકારના વર્તનથી પ્રશ્નો ઉભા થવા લાગ્યા છે કે શું દિલ્હીની જનતા પાસે અરવિંદ કેજરીવાલે જે વાયદા કર્યા હતા તે જુઠ્ઠા હતા? જી હાં દિલ્હીના સંજય નગર કોલોની રહેતી રૂખસાના રવિવારે 6 વર્ષની પુત્રી અક્સાને પોતાની ખોલામાં લઇને ગિરનાર એપાર્ટમેન્ટ સ્થિત અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી. અત્રે ઉલ્લેખનીય છે કે અક્સાનું લીવર ખરાબ છે. તેને સરકારી હોસ્પિટલમાં લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવી હતી, પરંતુ ત્યાં તેની સારવાર થઇ ન શકી.

arvind-kejriwal-woman-with-child

એવામાં હોસ્પિટલવાળાઓએ રુખસાનાને કહ્યું જે તે પોતાની પુત્રીની સારવાર માટે કોઇ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જાય. પરંતુ મુસિબતમાં ફસાયેલી રુખસાના પાસે એટલા પૈસા નથી કે તે પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાની પુત્રીની સારવાર કરાવી શકે. રુખસાનાનો પતિ ફિરોઝ મજૂરી કરે છે. તેની આવક ઓછી છે. રવિઆરે જ્યારે ફિરોઝ કામ પર ગયો તો રુખસાના પુત્રીને લઇને અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી પરંતુ તેને કેજરીવાલના ઘરમાં પ્રવેશવા દેવામાં ન આવી.

આશાની અપેક્ષાએ તે અરવિંદ કેજરીવાલના ગેટ પર બેસી ગઇ. જ્યારે અરવિંદ કેજરીવાલનો કાફલો ઓફિસ માટે નિકળ્યો તો રુખસાનાએ ગળાગળા અવાજે મીડિયા સમક્ષ પોતાની કહાણી વ્યક્ત કરી હતી. રુખસાનાએ કહ્યું હતું કે જો યોગ્ય સમય પર તેની પુત્રીની સારવાર કરવામાં નહી આવે તો તેનું લીવર ખરાબ થઇ જશે. જ્યારે રુખસાના મીડિયાવાળાઓને પોતાનું દુખ વ્યક્ત કરી ર હી હતી ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ત્યાં પહોંચ્યા. તેમને રુખસાનાને આશ્વસન અપાવ્યું કે તમારી પુત્રીની સારવાર જલદી શરૂ કરાવી દેવામાં આવશે.

English summary
'Kejriwal ji Please save my daughter's life' these were the lines of Rukhsana whose 6 year old daughter Aksa's liver is bloated. . She came to the Delhi CM's residence at Girnar Apartments here on Sunday to plead for the treatment of her daughter.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.