Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભટકલે કર્યો ખુલાસો, તહેવારો દરમિયાન હુમલાનું કાવતરું

નવી દિલ્હી, 12 સપ્ટેમ્બર: ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી યાસીન ભટકલે એનઆઇએની પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે 10-12 આત્મધાતી હુમલાખોરો હાજર છે જેમાંથી 3-4 મહિલા ફિદયાની હાલમાં ભારતમાં છે જે આગામી તહેવારોમાં હુમલાની ફિરાકમાં છે.

યાસીન ભટકલના આ ખુલાસા બાદ તપાસ એજન્સીઓએ એલર્ટ જાહેર કરી દિધો છે. એનઆઇ અને આઇબીની એક સંયુક્ત ટીમે યાસીન ભટકલ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવેલા આતંકવાદી અખ્તર ઉર્ફે હડ્ડીની સામ-સામે બેસાડીને પૂછપરછ કરી હતી. યાસીન ભટકલ એનઆઇએનના 7 દિવસના રિમાન્ડ પર છે.

yasin-bhatkal

કોર્ટે મંગળવારે યાસીન ભટકલના રિમાન્ડ 7 દિવસ માટે વધારી દિધા છે. એનઆઇએએ યાસીન ભટકલના 15 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. યાસીન ભટકલના સાથી અસદુલ્લાએ એનઆઇએ મેંગ્લોર અને હૈદ્રાબાદમાં પોતાના ઠેકાણાંઓ વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત હૈદ્રાબાદ બ્લાસ્ટ પહેલાં જે સ્થળેથી પાકિસ્તાનથી આવ્યા તેમને પૈસા મળ્યા હતા તેની પણ ખબર પડી છે. આઇએનએએ આતંક આતંકવાદી યાસીન ભટકલને નેપાળથી ધરપકડ કરી હતી. ત્યારબાદ યાસીન ભટકલ સાથે સતત પૂછપરછ કરવામાં આવી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X