Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

1 June Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

ભારતમાં બુધવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 2,745 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,60,832 થઈ ગઈ છે.

1 June Covid Update : ભારતમાં બુધવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 2,745 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,60,832 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 18,386 થયા છે. છેલ્લા 24 કલાકમાં 6 મૃત્યુ સાથે કોવિડ19ના કારણે મૃત્યુઆંક વધીને 5,24,636 પર પહોંચી ગયો છે.

સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ19ના પોઝિટિવ કેસ લોડમાં 503 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેઇલી પોઝિટિવિટી રેટ 0.60 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.56 ટકા નોંધાયો હતો.

1 June ની ભારત કોવિડ અપડેટ

1 June ની ભારત કોવિડ અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,745 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે, 6 કોવિડ સંબંધિત મૃત્યુ, જે આગલા દિવસ કરતાં નજીવા વધારે છે.ઉત્તર પ્રદેશ સરકારે સોમવારના રોજ વિધાનસભામાં જણાવ્યું કે, રાજ્યમાં કોવિડ-19ને કારણે કુલ 23,512 લોકોના મોત થયા છે.

1 June ની ગુજરાત કોરોના અપડેટ

1 June ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના 45 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 36 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.

જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાંઆવે તો, અમદાવાદમાં 34, વડોદરામાં 2 કેસ નોંધાયા છે. આ સાથે ગાંધીનગર, મહેસાણા, સુરત અને વલસાડમાં 2-2 પોઝિટિવ કેસનોંધાયો હતો.

આ સાથે ગીર સોમનાથમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાંકુલ 12,14,033 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 225 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

1 June ની રાજકોટ કોરોના અપડેટ

1 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં કેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 755 અને રાજકોટગ્રામ્ય વિસ્તારમાં 934 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X