17 march Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં બુધવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ દર્દી સ્વસ્થ થયો નથી. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
17 march Covid Update : રાજકોટ શહેરમાં બુધવારના રોજ એકપણ વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી, જ્યારે એકપણ દર્દી સ્વસ્થ થયો નથી. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં પણ એકેય કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે કોવિડના કારણે રાજકોટ ગ્રામ્યમાં 1 દર્દીઓ ડિસ્ચાર્જ થયો છે. રાહત સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં બુધવારના રોજ કોવિડ 19 ના 25 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી. આ સાથેછેલ્લા 24 કલાકમાં 54 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 12, વડોદરામાં 5, રાજકોટમાં 0, સુરતમાં0, બનાસકાંઠામાં 1 અને આણંદમાં 1 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,939 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,12,304 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 443 છે.

ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,539 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 4,491 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 60 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.
- એક્ટિવ કેસ : 30,799 (0.08 ટકા)
- કુલ રિકવરી : 4,24,54,546
- મૃત્યુઆંક : 5,16,132
- કુલ રસીકરણ : 1,80,60,93,107

અત્યાર સુધીમાં 4,24,54,546 કોવિડ રિકવરી
બુધવારના રોજ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,24,54,546 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો1,80,60,93,107 ને પાર પહોંચી ગયો છે.
આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાત કરીએ તો આ સંખ્યા 60 હતી. અત્યાર સુધીમાં આ આંકડો5,16,132 છે.












Click it and Unblock the Notifications
