2 June Covid Update : જાણો રાજકોટ, ગુજરાત અને ભારતમાં આજની કોરોના અપડેટ

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,712 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 4,31,64,544 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 19,509 થઈ ગયા છે.

2 June Covid Update : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 3,712 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના કેસની કુલ સંખ્યા 4,31,64,544 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 19,509 થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 5 મૃત્યુ સાથે કોવિડ19 ને કારણે મૃત્યુઆંક વધીને 5,24,641 પર પહોંચી ગયો છે.

કોરોનાના સક્રિય કેસમાં કુલ સંક્રમણના 0.04 ટકાનો સમાવેશ થાય છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો હતો.

મંત્રાલયે જણાવ્યું હતુ કે, છેલ્લા 24 કલાકમાં સક્રિય કોવિડ19ના પોઝિટિવ કેસ લોડમાં 1,123 કેસનો વધારો નોંધવામાં આવ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડેઇલી પોઝિટિવિટી કેસ 0.60 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.56 ટકા નોંધાયો હતો.

2 જૂનની ભારત કોવિડ અપડેટ

2 જૂનની ભારત કોવિડ અપડેટ

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,712 નવા કોવિડ19 કેસ નોંધાયા છે
  • છેલ્લા 24 કલાકમાં કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા : 5
  • ભારતમાં સક્રિય કોવિડ કેસલોડ હાલમાં 19,509 છે
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 193.70 કરોડ કોવિડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે
  • સક્રિય કેસ 0.05 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.74 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 2,584 રિકવરીથી કુલ રિકવરી વધીને 4,26,20,394 થઈ
  • ડેઇલી પોઝિટિવિટી રેટ - 0.84 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ - 0.67 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 85.13 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 4,41,989 ટેસ્ટ કરવામાં આવ્યા છે
2 June ની ગુજરાત કોરોના અપડેટ

2 June ની ગુજરાત કોરોના અપડેટ

ગુજરાતમાં બુધવારના રોજ કોરોના સંક્રમણના 40 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા 24 કલાકમાં 36 દર્દીઓ કોરોના મુક્તથયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે.

આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશે વાત કરવામાં આવેતો, અમદાવાદમાં 21, વડોદરામાં 13 કેસ અને સુરતમાં 2 કેસ નોંધાયા છે. આ સાથે ભરૂચ, ગાંધીનગર, મહેસાણા અને પાટણમાં 1-1પોઝિટિવ કેસ નોંધાયો હતો.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,944 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14,069 દર્દી સાજા થયા છે. હાલરાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 229 થઇ છે. જે તમામની હાલત સ્થિર છે.

2 June ની રાજકોટ કોરોના અપડેટ

2 June ની રાજકોટ કોરોના અપડેટ

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં એકપણ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. આ સાથે શહેરી વિસ્તારમાં કેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કોઇ રિકવરી નોંધાઇ નથી. જો રસીકરણની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1074 અનેરાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 843 વ્યક્તિએ કોરોના વેક્સિનનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X