રાજકોટના અગ્નિકાંડમાં શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ
Rajkot fire incident: રાજકોટના અગ્નિકાંડમાં રાજકોટ શહેરના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરને ક્લીનચીટ આપવામાં આવી છે. સત્યશોધક સમિતિ દ્વારા આનંદ પટેલ અને અમિત અરોરાનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટના ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવી હતી. મનીષા ચંદ્રા, પી સ્વરૂપ અને રાજકુમાર બેનીવાલ બનેલી સમિતિએ બે આઈએએસ ઓફિસરને ક્લીનચીટ આપી છે.
રાજકોટના ટીઆરપી અગ્નિઝોનમાં બર્થ ડે પાર્ટી ઉજવવા ગયેલા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓને પણ ક્લિનચીટ આપવામાં આવી છે.
વર્ષો પહેલા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની સત્તા ટીપી શાખાને આપવામાં આવી હોવાના કારણે બંને મ્યુનિસિપલ કમિશનરનો કોઈ રોલ ન હોવાનો રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં રિપોર્ટ રજૂ થઈ ગયો છે. હવે પછીની સુનાવણી તરફ હાઇકોર્ટના નિર્ણય તરફ સૌની નજર મંડાયેલી છે.
નોંધનીય બાબત છે કે, રાજકોટ ગેમિંગ ઝોન આગ્નિકાંડની ઘટના બાદ સરકારે તપાસ માટે SITની રચના કરી હતી. એક દિવસ અગાઉ, સો પાનાના અહેવાલમાં, એસઆઈટીએ આ ઘટના માટે ગેમિંગ ઝોનના સંચાલકો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મહેસૂલ વિભાગના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.
આ અકસ્માતમાં 27 લોકોના મોત - અત્રે નોંધનીય છે કે, 25 મેના રોજ લાગેલી આ ભયાનક આગની ઘટનામાં 11 બાળકો સહિત કુલ 27 લોકોના મોત થયા હતા. મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે, તેમની ઓળખ થઈ શકી નથી. મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરાવવો પડ્યો હતો.












Click it and Unblock the Notifications
