For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પશુઓમાં ફેલાતા લમ્પી વાયરસને નીપટવા રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કમિટી બનાવાશે!

રાજ્યભરમાં દિવસે દિવસે પશુઓમાં લમ્પી વાયરલનો કહેર વધી રહ્યો છે. પશુઓમાં ફેલાતા વાયરસને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પગલા ભરવામાં આવી રહ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યભરમાં દિવસે દિવસે પશુઓમાં લમ્પી વાયરલનો કહેર વધી રહ્યો છે. પશુઓમાં ફેલાતા વાયરસને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પગલા ભરવામાં આવી રહ્યા છે. પશુઓને આ જીવલેણ વાયરસથી બચાવવા હવે રાજકોટમાં એક અનોખી પહેલ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં વધી રહેલા લમ્પીના કેમને નીપટવા હવે ગ્રામ્ય કક્ષાએ કમિટીઓ બનાવવાની શરૂઆત કરી છે. ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી માટે રાજકોટ જિલ્લા પ્રશાસને અનોખી પહેલ કરી છે.

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને નીપટવા અનોખો પ્રયોગ

રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસને નીપટવા અનોખો પ્રયોગ

આ બાબતે માહિતી આપતા નાયબ પશુપાલન અધિકારી ડો.કે.યુ.ખાનપરાએ જણાવ્યું કે, કમિટીમાં અધ્યક્ષ સ્થાને ગામના પશુધન નિરિક્ષક, સભ્ય સચિવ તરીકે તલાટી મંત્રી, સભ્ય તરીકે સરપંચ અને ઉપસરપંચ, દુધ મંડળીના મંત્રી અને ગૌશાળાના તમામ સંચાલકોનો સમાવેશ કરાશે.

ગ્રામ્ય કક્ષાએ કમિટી બનાવાશે

ગ્રામ્ય કક્ષાએ કમિટી બનાવાશે

આ કમિટીએ પશુઓમાં રોગને ફેલાતો અટકાવવા માટે બચાવ અને સારવાર સંબંધિત કામગીરી કરવાની રહેશે. મચ્છરો અને માખીઓના નિયંત્રણન કાર્યવાહી કરવાની રહેશે. આ વાયરસથી બિમાર પશુઓની સારવાર માટે 1962 હેલ્પલાઈન નંબર ઉપર સંપર્ક કરવાનો રહેશે અને પશુધન નિરિક્ષકના સંકલનમાં રહીને રસીકરણની કામગીરી કરવાની રહેશે.

કમિટી રોગચાળા પર નજર રાખશે

કમિટી રોગચાળા પર નજર રાખશે

આ કમિટીએ લમ્પીને કારણે કોઈ પશુધનનું મૃત્યુ થાય તો સંબંધિત તલાટી કમ મંત્રી અને સરપંચની હાજરીમાં પંચરોજકામ કરવવાનું રહેશે. જ્યાં સુધી પશુની નિરિક્ષક દ્વારા સ્થળ તપાસ ન થાય ત્યાં સુધી પશુના મૃતદેહનો નિકાલ ન કરવા જણાવાયુ છે. મૃતદેહનો નિકાલ મુખ્ય રસ્તા અને પાણીનું વહન ન હોય તેવી જગ્યાએ ખાડોને કરવાનો રહેશે.

સતત પશુઓમાં લક્ષણો દેખાઈ રહ્યાં છે

સતત પશુઓમાં લક્ષણો દેખાઈ રહ્યાં છે

આંકડા પર નજર કરીએ તો, લમ્પી વાયરલથી રાજકોટના 11 તાલુકામાં 2484 જેટલા પશુઓ રીકવર થયા છે. અત્યારસુધીમાં 2 લાખ 15 હજાર 807 પશુઓનું રસીરકરણ કરવામાં આવ્યું છે.તંત્ર વાયરસને નીપટવા રાઉન્ડ ધી કલોક કામગીરી કરી રહ્યું છે.

English summary
A committee will be formed at the village level in Rajkot district to deal with Lumpy virus spreading in cattle!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X