રાજકોટના યાજ્ઞિક રોડ પર બિલ્ડીંગનો એક ભાગ ધરાસાઈ, કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા!

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ધનરંજની બિલ્ડીંગનો એક ભાગ ધરાસાઈ થયો હોવાના અહેવાલ છે.

રાજકોટથી એક મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી વિગતો અનુસાર રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી ધનરંજની બિલ્ડીંગનો એક ભાગ ધરાસાઈ થયો હોવાના અહેવાલ છે. ધનરજની બિલ્ડીંગનો બાલ્કનીનો ભાગ ધરાસાઈ થતા કેટલાક લોકો ફસાયા હોવાના પણ અહેવાલ છે. હાલ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગળની કામગીરી હાથ ધરી છે.

Building collapse

સ્થાનિકોના જણાવ્યા અનુસાર રાજકોટના જાણીતા યાજ્ઞિક રોડ પર આવેલી ધનરજની બિલ્ડીંગનો બાલ્કનીનો ભાગ ધરાસાઈ થતા 7થી વધારે વાહનોને નુકસાન થયુ હોવાના અહેવાલ છે. સૌથી મહત્વની વાત એ કે બિલ્ડીંગના કાટમાળમાં કેટલાક લોકો ફરાયા હોવાની વાત છે. જેને પગલે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કામગીરી શરૂ કરી ફસાયેલા લોકોને બચાવવાનું શરૂ કર્યુ છે. હાલ આ બિલ્ડીંગનો પ્રથમ માળ બંધ કરવાની કાર્યવાહી પર ચાલી રહી છે.

સ્થાનિક દુકાનદારોએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, બિલ્ડીંગનો એક ભાદ ધડાકાભેર તુડ્યો હતો. આ ભાગ ધરાસાઈ થતા ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 10થી 15 જેટલી દુકાનોને પણ નુકસાન થયુ છે. બચાવ દરમિયાન 8 થી 10 લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે.
બિલ્ડીંગનો ભાગ ધરાસાઈ થતા બજારમાં ખરીદી માટે ઉમટેલી ભીડ અને સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્રિક થયા હતા. હાલ આ ઘટનામાં સૌથી મોટી અને સારી વાત એ કે છે કે કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. કેટલાક લોકોને સામાન્ય ઈજા થઈ છે.
ઉલ્લેખનિય છે કે આ પહેલા પણ અનેક વખત અમદાવાદ શહેર સહિત અનેક જગ્યાઓએ બિલ્ડીંગ ધરાસાઈ થઈ હોવાના અહેવાલ આવ્યા હતા. હવે આ બાબતે તંત્ર ક્યારે સખત પગલા ભરે છે તે જોવાનું રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X