For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

EU ની ટીમ સિરામિક એકમોનું નિરીક્ષણ કરવા મોરબીની મુલાકાત લેશે

યુરોપિયન યુનિયન (EU) દ્વારા શરૂ કરવામાં આવેલી તેની એન્ટિ-ડમ્પિંગ તપાસના ભાગરૂપે સિરામિક એકમોના સ્પોટ વેરિફિકેશન માટે યુરોપિયન કમિશન (EC)નું એક પ્રતિનિધિમંડળ 9 મે અને 27 મે દરમિયાન મોરબીની મુલાકાત લેશે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : યુરોપિયન યુનિયન (EU) દ્વારા શરૂ કરવામાં આવેલી તેની એન્ટિ-ડમ્પિંગ તપાસના ભાગરૂપે સિરામિક એકમોના સ્પોટ વેરિફિકેશન માટે યુરોપિયન કમિશન (EC)નું એક પ્રતિનિધિમંડળ 9 મે અને 27 મે દરમિયાન મોરબીની મુલાકાત લેશે. સિરામિક ઉદ્યોગના નેતાઓના જણાવ્યા અનુસાર, પ્રતિનિધિમંડળ યુરોપિયન દેશોમાં નિકાસકારોની અગ્રણી ત્રણ કંપનીઓની મુલાકાત લેશે.

European commission

સિરામિક એસોસિએશનના વિટ્રિફાઇડ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ મુકેશ કુંડારિયાએ જણાવ્યું હતું કે, પ્રતિનિધિમંડળ આ ત્રણ કંપનીઓની ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદન ડેટા, કોસ્ટિંગ ડેટા અને વેચાણ ડેટાની ચકાસણી કરશે. તેઓ તપાસ કરશે કે, શું અમારો ઉદ્યોગ યુરોપિયન દેશોમાં ટાઇલ્સનું ડમ્પિંગ કરી રહ્યો છે અને આ ત્રણ સેમ્પલ કંપનીઓના ડેટાના આધારે તેઓ એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો સરેરાશ દર નક્કી કરી શકે છે.

યુરોપિયન સિરામિક ટાઇલ મેન્યુફેક્ચરર્સ ફેડરેશનની ફરિયાદને પગલે યુરોપિયન યુનિયન (EU) દ્વારા ભારતીય ટાઇલ્સ ઉત્પાદકો સામે એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ભારત અને તુર્કીમાંથી થતી આયાતને કારણે તેઓને ભારે ફટકો પડી રહ્યો છે.

નિષ્ણાતોના મતે, જ્યારે કોઈ કંપની સ્થાનિક બજારમાં વેચે છે, તેના કરતા સસ્તા દરે કોઈપણ ઉત્પાદનની નિકાસ કરે છે, ત્યારે તેના પર એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાગે છે. આયાત કરનારો દેશ માને છે કે, આ યુક્તિઓ તેમના સ્થાનિક ઉદ્યોગને નુકસાન પહોંચાડે છે.

સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ વિભાગના પ્રમુખ હરેશ બોપલીયાએ જણાવ્યું હતું કે, એન્ટી ડમ્પિંગ ડ્યુટી નક્કી કરવાની પ્રક્રિયામાં આઠથી 10 મહિનાનો સમય લાગશે. અમારી મહત્તમ નિકાસ યુરોપમાં અને ખાસ કરીને પોલેન્ડમાં છે અને ત્યાં તેમની પાસે સિરામિક ઉદ્યોગ નથી તેથી સ્થાનિક ઉદ્યોગને નુકસાન કરવાનો કોઈ પ્રશ્ન નથી. અમે આ તપાસ સામે ભારપૂર્વક રજૂઆત કરી છે.

મોરબી આશરે રૂપિયા 12,000 કરોડની ટાઇલ્સની નિકાસ કરે છે, જેમાંથી રૂપિયા 4,000 કરોડની ટાઇલ્સ યુરોપિયન દેશોમાં મોકલવામાં આવે છે. ગેસના ઊંચા ભાવનો સામનો કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગને એન્ટિ ડમ્પિંગ ડ્યુટીને કારણે વધુ નુકસાન પહોંચાડશે.

ઉલ્લેખનીય છે કે, ઉદ્યોગકારોના જણાવ્યાનુસાર, સરકાર વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અન્ય રાજ્યોના ઉદ્યોગો માટે રેડ કાર્પેટ બિછાવે છે. જો તેઓ હાલના ઉદ્યોગોનું ધ્યાન રાખે તો અમે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરી શકીશું અને સ્થાનિક લોકોને રોજગારી પણ આપી શકીશું. ઉદ્યોગને સ્પ્રે ડ્રાયર પ્રક્રિયા માટે કોલસાની જરૂર પડે છે જે સેનિટરી ટાઇલ્સ બનાવતા સિવાયના તમામ એકમો માટે જરૂરી છે. આયાતી કોલસો ઈન્ડોનેશિયાથી આવતો નથી અને ગુજરાત સરકારની કંપની લિગ્નાઈટના મંજૂર ક્વોટાના માત્ર 50 ટકા જ પ્રદાન કરે છે. ઉદ્યોગકારો ઇચ્છે છે કે, રાજ્ય સરકાર ગેસના ભાવને નિયંત્રિત કરે અને લિગ્નાઇટ કોલસાનો સંપૂર્ણ ક્વોટા આપે.

મોરબી અને તેની આસપાસની 800 જેટલી સિરામિક ફેક્ટરીઓ અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહી છે. ગેસ, કોલસો અને કાચા માલના ભાવમાં સતત વધારો થવાને કારણે ગત કેટલાક મહિનામાં 100 જેટલા એકમો બંધ થયા છે.

ઈનપુટ કોસ્ટમાં વધારો થવાથી નિકાસના જથ્થા પર પણ ખરાબ અસર પડી છે. છેલ્લા ત્રણ મહિનાથી નિકાસ લગભગ 25 ટકા ઘટી છે. સ્થાનિક બજારમાં માગ પૂરતી ઊંચી ન હોવાથી એકમો ઓવરસ્ટોકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોરબીની વાર્ષિક નિકાસ રૂપિયા 13,000 કરોડની છે, જે આ વર્ષે રૂપિયા 15,000 કરોડને સ્પર્શવાનો અંદાજ હતો, પરંતુ જો વર્તમાન સ્થિતિ વર્ષના અંત સુધી ચાલુ રહેશે, તો નિકાસ રૂપિયા 11,000 કરોડને પણ વટાવી શકશે નહીં એવો નિષ્ણાતોએ ડર વ્યક્ત કર્યો છે.

ગેસ અને અન્ય કાચા માલના ભાવમાં વધારો થવાથી ઉત્પાદન ખર્ચમાં 30 ટકા જેટલો વધારો થયો છે, જે મોરબીના ઉત્પાદકો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવાનું મુશ્કેલ બનાવે છે. યુરોપીયન દેશો અને ચીન ભારતના કારોબારને ઉઠાવી રહ્યા છે.

મોરબી સિરામિક ઉદ્યોગના પ્રમુખ નિલેશ જેતપરિયાએ જણાવ્યું હતું કે, ઇનપુટ ખર્ચમાં વધારો ઉત્પાદકો અને ખરીદદારો વચ્ચેના સંબંધો પર તાણ લાવે છે. અમને સપ્લાયની અમારી પ્રતિબદ્ધતાથી અલગ રહેવાની ફરજ પડી છે કારણ કે અમે જે ભાવે ઓર્ડર બુક કર્યો હતો તે અમે પરવડી શકતા નથી."

English summary
An EU team will visit Morbi to inspect the ceramic units.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X