For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યમાં ઋતુજન્ય કેસમાં વધારો, ઘોડાની રેસમાં એક યુવકે જીવ ગુમાવ્યો

જ્યારે કોવિડ 19ના કેસમાં તીવ્ર ઘટાડો થયો છે, ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં મોસમી તાવ, શરદી અને ઉધરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : જ્યારે કોવિડ 19ના કેસમાં તીવ્ર ઘટાડો થયો છે, ત્યારે રાજકોટ શહેરમાં છેલ્લા બે સપ્તાહમાં મોસમી તાવ, શરદી અને ઉધરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) અનુસાર, રવિવારના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રાજકોટ શહેરમાં મોસમી તાવ, શરદી અને ઉધરસના 501 કેસ નોંધાયા છે.

fever

આ અગાઉના સપ્તાહમાં (6 ફેબ્રુઆરીના અંતે) રાજકોટ શહેરમાં આવા 693 કેસ મળી આવ્યા હતા. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને મોસમી ફ્લૂ અને મચ્છરોથી થતા રોગો માટે સતર્ક રહેવા ચેતવણી આપી છે.

ઘોડાની રેસ દરમિયાન પોલ સાથે અથડાતા એકનું મોત

કચ્છમાં રવિવારના રોજ ઘોડાની રેસ દરમિયાન એક ઘોડેસવારનું મોત નીપજ્યું હતું, જ્યારે તે સવારી કરી રહ્યો હતો, તે દરમિયાન ઘોડો વીજળીના થાંભલા સાથે અથડાયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, રાજદીપસિંહ જાડેજા (28) ને સિમેન્ટના પોલ સાથે અથડાવાને કારણે માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. જે કારણે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવાની તાજવીજ હાથ ધરાઇ હતી, પરંતું એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે, નખત્રાણા તાલુકાના ત્રાગડીથી ગુંદિયાડી ગામ સુધી ઘોડાની રેસનું આયોજન કરવામાં આવ્યું હતું.

English summary
An increase in seasonal cases in the state, a young man lost his life in a horse race.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X