For Quick Alerts
For Daily Alerts
જમીન લે-વેચમાં ઉદ્યોગપતિએ કરી 50 લાખની છેતરપિંડી
રાજકોટ : શહેરના એક શખ્સે જમીનના પાર્સલના બદલામાં 50 લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે. રાજકોટના વેપારી જીતેન્દ્ર નાથાણીને આરોપી ભીખા સાધુ, હરિલાલ પટેલ, સુરેશ મહેતા, કેરૂજી ઠાકોર અને રતિલા ઠક્કરે આકર્ષક દરે જમીન અપાવવાનું વચન આપીને લાલચ આપી હતી. તેઓએ તેને માધાપર અને ગોંડલ ચોકડી, બે વિકાસશીલ વિસ્તારો ખાતે જમીનનો પ્લોટ પણ બતાવ્યો હતો.
નાથાણીએ બાનાખત પેટે 50 લાખ રૂપિયા ચૂકવ્યા
તેઓએ સોદો કર્યો અને બાનાખાત પેટે રૂપિયા આપ્યા હતા, જેના માટે નાથાણીએ 50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. તે પછી તેને ખબર પડી કે, કાગળોમાં દર્શાવેલ સર્વે નંબર રેવન્યુ રેકોર્ડમાં અસ્તિત્વમાં નથી, જેના પછી તેણે ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો.
Comments
English summary
Businessman commits fraud of Rs 50 lakh in land sale.
Story first published: Thursday, January 27, 2022, 11:13 [IST]