For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં GCMMFના પ્રોસેસિંગ પ્લાન્ટ માટે કેબિનેટની મંજૂરી

રાજ્ય કેબિનેટે બુધવારના રોજ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF's)ના ગાંધીનગર પછી રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટમાં જમીન ફાળવણીને મંજૂરી આપી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : રાજ્ય કેબિનેટે બુધવારના રોજ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF's)ના ગાંધીનગર પછી રાજ્યમાં બીજા નંબરનો સૌથી મોટો દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટમાં જમીન ફાળવણીને મંજૂરી આપી હતી. GCMMF, ગુજરાતમાં દૂધ સંઘોની એક છત્ર સંસ્થા, અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને તેના ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે.

amul

રાજકોટ જિલ્લા કલેક્ટરે ભાવનગર રોડ પર આવેલા ધાંધની અને ગતકા ગામોમાં સરકારી પડતર જમીન જીસીએમએમએફને તેના 30 લાખ લીટર પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ માટે ફાળવવા દરખાસ્ત મોકલી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે GCMMFના વાઈસ ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું, અમને મુખ્યમંત્રી દ્વારા જાણ કરવામાં આવી હતી કે, અમારા બીજા પ્રોસેસિંગ પ્લાન્ટ માટે રાજકોટમાં જમીન ફાળવણીને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અમે આગામી બે દિવસમાં કબ્જો મેળવવાની અપેક્ષા રાખીએ છીએ. હુંબલના જણાવ્યા અનુસાર, GCMMFને ગટકા ગામની 45 એકર જમીન રૂપિયા 42 કરોડમાં રૂપિયા 2,350 પ્રતિ ચોરસ મીટરના ભાવે અને ધાંધનીની 79 એકર જમીન રૂપિયા 47 કરોડમાં રૂપિયા 1,700 પ્રતિ ચોરસ મીટરના ભાવે મળશે.

કચ્છ અને સૌરાષ્ટ્રની ડેરીઓ દરરોજ 45 લાખ લીટર દૂધની ખરીદી કરે છે, જેમાંથી તેઓ 15 લાખ લીટર દૂધ, દહીં, છાશ અને ઘી બનાવવા માટે વાપરે છે.

બાકીનું 30 લાખ લીટર ગાંધીનગરના પ્રોસેસિંગ પ્લાન્ટમાં 40 લાખ રૂપિયા પ્રતિદિનના ખર્ચે મોકલવામાં આવે છે. નવા પ્લાન્ટથી ડેરીઓના પરિવહન ખર્ચમાં બચત થશે. આ પ્લાન્ટ સ્કિમ્ડ મિલ્ક પાઉડરનું પણ ઉત્પાદન કરશે, જેનું ઉત્પાદન હાલમાં ગાંધીનગર પ્લાન્ટમાં થઈ રહ્યું છે.

English summary
Cabinet approval for GCMMF's processing plant at Rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X