For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં કોરોનાનો તાંડવ, જાણો દેશ અને રાજ્યની પરિસ્થિતિ

રાજકોટ જિલ્લામાં ગુરુવારના રોજ 1,267 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી 1,008 લોકો રાજકોટ શહેરના છે. આ સાથે ત્રણ કોરોના દર્દીઓનું મોત થયું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ જિલ્લામાં ગુરુવારના રોજ 1,267 લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી 1,008 લોકો રાજકોટ શહેરના છે. આ સાથે ત્રણ કોરોના દર્દીઓનું મોત થયું હતું. બુધવારની તુલનામાં કોરોના કેસમાં નજીવો વધારો થયો છે, પરંતુ મંગળવારની સરખામણીએ ઘટાડો હતો, જ્યારે 1,376 નવા કેસ નોંધાયા હતા.

બુધવારના રોજ 944 લોકોનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ગુરુવારના રોજ રાજકોટ શહેરમાં 1,329 લોકોને રજા આપવામાં આવી હતી. હાલમાં 7,964 લોકો સારવાર હેઠળ છે. જે દરમિયાન જામનગરમાં ગુરુવારના રોજ 215 પોઝિટિવ કેસ આવ્યા હતા, જ્યારે ભાવનગર જિલ્લામાં 263 સંક્રમિત મળી આવ્યા હતા.

ડેઇલી પોઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા પર આવી ગયો

ડેઇલી પોઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા પર આવી ગયો

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર દરમિયાન સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 28 જાન્યુઆરી સુધી દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2લાખ 51 હજાર 209 નવા કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ને કારણે ભારતમાં 627 લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન દેશમાં 3 લાખ 47હજાર 443 લોકો કોરોનાથી સાજા થયા છે.

દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ 17 ટકાથી ઘટીને 15.88 ટકા પર આવી ગયો છે. કોરોના રિકવરી રેટમાં વધારો થયો છે.

દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4 લાખ 92 હજાર 327 છે

દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4 લાખ 92 હજાર 327 છે

ભારતમાં શુક્રવારના રોજ 28 જાન્યુઆરીએ 2.51 લાખ નવા કેસ નોંધાયા છે, જે 27 જાન્યુઆરીના રોજ નોંધાયેલા 2.86 લાખ કેસની સરખામણીમાં 12 ટકા ઓછા છે.

દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 4,06,22,709 થઈ ગયા છે. ત્યાં દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 4 લાખ 92 હજાર 327 છે.

દેશમાં કુલ રસીકરણનોઆંકડો 1,64,44,73,216 છે. જેમાંથી 89.1 કરોડ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 69.9 કરોડ લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12,911 લોકો કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ગુરુવારના રોજ 23,917 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. આ સાથે 22 કોરોના દર્દીના મોતથયા છે.

English summary
Corona's ordeal in Rajkot, know the situation of the country and the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X