For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતઃ મુસ્લિમ મહિલાએ હિંદુ દંપત્તિને આપ્યુ પુત્ર-સુખ, બાળકના જન્મ સુધી શાકાહારી ભોજન લીધુ

એક મુસ્લિમ મહિલાએ ગુજરાતમાં સાંપ્રદાયિક સૌહાર્ગનુ જ્વલંત ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. વાંચો આખી કહાની.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ એક મુસ્લિમ મહિલાએ ગુજરાતમાં સાંપ્રદાયિક સૌહાર્ગનુ જ્વલંત ઉદાહરણ પૂરુ પાડ્યુ છે. રાજકોટમાં હિંદુ(પ્રૌઢ) દંપત્તિને કોઈ પુત્ર નહોતો. તેમને પુત્રનુ સુખ આપવા માટે એક મુસ્લિમ મહિલાએ સરોગસી દ્વારા મા બની. પછી તે બાળક હિંદુ દંપત્તિને સોંપી દીધુ. આ મહિલામાં એકતા અને પરસ્પર સમ્માનની ભાવના એટલી ઉત્કટ હતી કે એક પ્રોફેશનલ સરોગેટ મહિલા ન હોવા છતાં પણ તેણે હિંદુ પરિવારને બાળક આપવા માટે હિંદુઓની જેમ જ વિધિ અપનાવી એટલે કે જન્મ સુધી તેણે શાકાહારી ભોજન લીધુ. હિંદુ સંસ્કૃતિને જાણવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ભ્રૂણના સંસ્કાર આપ્યા. સ્વસ્થ બાળકના જન્મ માટે તેણે બાધા રાખી. પ્રાર્થનાથી લઈને હિંદુ ભારતીય શાસ્ત્રો પણ વાંચ્યા.

મુસ્લિમ મહિલાએ હિંદુને બાળકને આપ્યુ

મુસ્લિમ મહિલાએ હિંદુને બાળકને આપ્યુ

આ મહિલા છે રાજકોટની રહેવાસી - અફસાના. જેમણે ભારતીય સેનાના 16મા બિહાર રેજીમેન્ટથી સેવાનિવૃત્ત થયેલા ગજેન્દ્રસિંહ(હાલમાં સૈનિક મંડળમાં સેવારત)ને પુત્ર સુખ આપ્યુ છે. આ વિશે શહેરના એક ખાનગી હોસ્પિટલના ડૉ.ભાવેશ વિઠલાણીએ માહિતી આપી. ડૉ. ભાવેશે જણાવ્યુ કે, ગજેન્દ્રસિંહના જ્યારે લગ્ન થયા ત્યારે લગ્ન બાદ તેમની પત્નીએ એક દીકરા અને એક દીકરીને જન્મ આપ્યો હતો. 19 વર્ષની ઉંમરે તેમના દીકરીને કેન્સરનો ઈલાજ થયો પરંતુ તે બચી શક્યો નહિ. પ્રૌઢાવસ્થામાં દીકરો ગુમાવ્યા બાદ દંપત્તિએ ફરીથી સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન શરૂ કર્યા.

રાજકોટની છે અફસાના

રાજકોટની છે અફસાના

ગજેન્દ્રસિંહ અને તેમની પત્નીએ ઘણા ડૉક્ટરોનો સંપર્ક કર્યો પરંતુ સમસ્યા ઉકેલાતી નહોતી. પછી ગયા વર્ષે જુલાઈ મહિનામાં ડૉ. ભાવેશને મળ્યા તો ડૉ. ભાવેશે તેમને સરોગેટ ચાઈલ્ડની સલાહ આપી. ભાવેશે કહ્યુ કે ગજેન્દ્રસિંહની પત્નની ઉંમર વધુ હોવાથી શારીરિક તેમજ માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મે સરોગેટ મહિલા શોધવાનો નિર્ણય કર્યો. એક મુસ્લિમ મહિલા(અફસાના) મળતા માતાપિતાની હા બાદ આઈવીએફનો સહારો લીધો.

પહેલા પ્રયત્નમાં જ કોશિશ સફળ રહી

પહેલા પ્રયત્નમાં જ કોશિશ સફળ રહી

આઈવીએફથી ટેસ્ટ ટ્યુબમાં ભ્રૂણ વિકસિત થયા બાદ તેને અફસાના(સરોગેટ મા)ના ગર્ભમાં સ્થાપિત કરવામાં આવ્યુ. જે પહેલા પ્રયાસમાં જ સારુ પરિણામ મળ્યુ અને ઓગસ્ટ મહિનામાં બાળકે જન્મ લીધો. જેને તેણે જ સંભાળ્યુ. બાદમાં બાળકને પૂર્વ સૈનિક દંપત્તિના ઘરનુ બનાવી દીધુ. આ રીતે તેમના પરિવારમાં ફરીથી ખુશીઓનો માહોલ વ્યાપી ગયો. વળી, અફસાના(સરોગેટ મા) વિશે લોકોને જાણવા મળ્યા બાદ લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી. અફસાનાએ આ રીતે બાળકને જન્મ આપીને સાંપ્રદાયિક એકતાનુ ઉદાહરણ પૂરુ પાડ્યુ.

સયાજી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ્ઝે દર્દીના સગાને માર્યાસયાજી હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડ્ઝે દર્દીના સગાને માર્યા

English summary
Gujarat: A Muslim women gave birth to hindu couple's son, avoid non-veg food during pregnancy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X