રાજકોટની કોવિડ હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, 5ના મોત
ગુજરાતના રાજકોટ જિલ્લામાં ગુરુવારે(27 નવેમ્બર) મોડી રાતે શિવાનંદ હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં આગ લાગી.
રાજકોટઃ ગુજરાતના રાજકોટ જિલ્લામાં ગુરુવારે(27 નવેમ્બર) મોડી રાતે શિવાનંદ હોસ્પિટલના આઈસીયુ વૉર્ડમાં આગ લાગી. આ ભીષણ દૂર્ઘટનામાં 5 લોકોના મોત થઈ ગયા. શિવાનંદ હોસ્પટલના એક કોવિડ-19 દર્દીઓ માટે હોસ્પિટલ છે. આઈસીયુ વૉર્ડમાં જે સમયે આગ લાગી તેમાં 11 દર્દી ભરતી હતા જેમાં આગ લાવવાના કારણે પાંચના મોત થયા છે તેમજ એક અન્ય દર્દીનુ પણ મોત થયુ છે.

ઈન્ડિયા ટુડેમાં છપાયેલા રિપોર્ટ મુજબ જે સમયે શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગી તે વખતે હોસ્પિટલમાં 33 દર્દી ભરતી હતા. દૂર્ઘટનામાં 5 લોકો માર્યા ગયા છે પરંતુ અન્ય ઘણા લોકો આગમાં દાઝી ગયા છે. દર્દીઓને ઘાયલ અવસ્થામાં બીજી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. જો કે હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે. આગ બુઝાવવા માટે ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ હાજર છે. સ્થાનિક અધિકારીઓ પાસે આ વિશ્વાસ કરવાના પુરતા પુરાવા છે કે સૌથી પહેલા આગ આઈસીયુથી શરૂ થઈ. હજુ સુધી આગ લાગવાનના કારણ વિશે જાણવા મળ્યુ નથી.
પ્રારંભિક ઈનપુટ બતાવે છે કે રાજકોટના શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવા દરમિાયન ઘણા દર્દીઓને ગંભીર ઈજા થઈ. ફાયરબ્રિગેડ વિભાગના જણાવ્યા મુજબ આગના કારણો શોધવામાં આવી રહ્યા છૈ. અધિકારીઓએ કહ્યુ છે કે હાલમાં તેમનુ ધ્યાન એ વાત પર છે કે દર્દીઓને યોગ્ય મેડિકલ સારવાર મળે. તેમણે કહ્યુ છે કે તે એ વિશે બાદમાં તપાસ કરાવશે કે આખરે હોસ્પિટલમાં મોડી રાતે આગ કેવી રીતે લાગી.












Click it and Unblock the Notifications
