Rajkot: ગૃહ મંત્રી કરી રહ્યા હતા વંદે ભારતમાં સફર, ટ્રેન પર થયો પથ્થરમારો
Stone Pelting on Vande Bharat in Rajkot: ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવી વંદે ભારત ટ્રેનમાં ગુરૂવારના રોજ અમદાવાદથી રાજકોટનો પ્રવાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન રાજકોટથી પસાર થઇ રહી હતી, તે દરમિયાન પથ્થરમારો થયો હતો. જે કારણે અધિકારીઓમાં ખળભડાટ મચી ગયો હતો.
આ મામલે રેલવે પોલીસ અને રેલવે સુરક્ષા દળોએ તપાસ શરૂ કરી દેવામાં આવી છે પથ્થરમારોને લઇને મોરબી રોડ પર રેલવે ટ્રેકની આસપાસ ઝુપ્પડપટ્ટીમાં રહેવાવાળા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

વંદે ભારત ટ્રેન અમદાવાદથી રાજકોટ જઈ રહી હતી. ગૃહમંત્રી સંઘવી ટ્રેનમાં બેઠા હતા અને બિલેશ્વર નજીક આ ટ્રેનના C-4 અને C-5 કોચ પર કોઈએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટના બાદ રેલવે પોલીસ સહિત રેલવેનું સમગ્ર તંત્ર ભાંગી પડ્યું હતું. જોકે, રેલવે અધિકારીઓ આ ઘટનાને તોફાની તત્વોનું કૃત્ય ગણાવી રહ્યા છે.
ટ્રેન રોકાયા વગર રાજકોટ સ્ટેશને પહોંચી - મળતી માહિતી મુજબ, વંદે ભારત ટ્રેન ગુરુવારની રાત્રે 9 કલાકે રાજકોટ જઈ રહી હતી, ત્યારે રાજકોટ-વાંકાનેર વચ્ચે ટ્રેન પર બે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ટ્રેનના કાચને નુકસાન થયું હતું. જોકે, આ ઘટનામાં કોઈને ગંભીર નુકસાન થયું ન હતું અને ટ્રેન પણ રોકાયા વગર રાજકોટ સ્ટેશને પહોંચી ગઈ હતી.
જામનગર-અમદાવાદ વચ્ચે દરરોજ દોડે છે વંદે ભારત ટ્રેન - જામનગર-અમદાવાદ વંદે ભારત ટ્રેન દરરોજ જામનગર-અમદાવાદ વચ્ચે વાયા રાજકોટ દોડે છે. ગુરૂવારની સાંજે અચાનક રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે, તેઓ વંદે ભારત ટ્રેન દ્વારા રાજકોટ જઈ રહ્યા છે. સાંજે 6.10 વાગ્યે E-1 કોચમાં ચડીને 9 વાગ્યે રાજકોટ પહોંચ્યા હતા.
રેલવે પ્રોટેક્શન ફોર્સને સોંપવામાં આવી છે તપાસ - આ ઘટનાની તપાસ તાત્કાલિક રેલવે પોલીસ અને રેલવે પ્રોટેક્શન ફોર્સને સોંપવામાં આવી છે. રાત્રે જ ઉચ્ચ અધિકારીઓ મોરબી રોડ પર રેલવે ટ્રેક પાસેની ઝૂંપડપટ્ટીમાં પહોંચી ગયા હતા, અને પથ્થરબાજોની શોધખોળ શરૂ કરી હતી. આ ઘટનાથી રેલવેમાં ખળભળાટ મચી ગયો છે.












Click it and Unblock the Notifications
