For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્દ્રનીલ રાજ્યગુરુનો લોકદરબાર, રાજકોટ શહેર પ્રમુખે કહ્યું - મારે અને કોંગ્રેસને એની સાથે કોઈ લેવાદેવા નથી

રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ સતત ચોથા દિવસે રાજકોટ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુંદાવાડી પોલીસ ચોકી પદ્મકુંવરબા હોસ્પિટલ પાસે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : શહેરમાં ગુરૂવારના રોજ સતત ચોથા દિવસે રાજકોટ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુંદાવાડી પોલીસ ચોકી પદ્મકુંવરબા હોસ્પિટલ પાસે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

Indranil Rajyaguru

નોંધનીય બાબત છે કે, રાજકોટ શહેરમાં પોલીસને કારણે થયેલા પીડિતોની સંખ્યા વધતા પૂર્વ MLA અને કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા ગુરૂવારના રોજ 3 કલાકે લોકદરબારનું આયોજન કરવામાં આવશે. આ અંગે રાજકોટ શહેર પ્રમુખ અશોક ડાંગર દ્વારા મીડિયા સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, લોકદરબારથી મારે અને કોંગ્રેસને કાંઈ લેવાદેવા નથી. તેમનું આ નિવેદન રાજકોટ શહેર કોંગ્રેસમાં રહેલો જૂથવાદ સામે આવ્યો છે.

રાજકોટ શહેરમાં આવેલી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા સ્કુટર રેલીનું આયોજન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું આવ્યું હતું. જ્યાં કોંગ્રેસ કાર્યકરોએ 'પોલીસ કમિશનર ચોર હૈ', 'રક્ષક જ બન્યા ભક્ષક' , 'વાડ થઇને જ ચીભડા ગળે', 'રાજકોટ પોલીસ કમિશ્નર ગુનાઓ અટકાવવાને બદલે ગુનાઓ કરે' , 'હવાલા ગીરી બંધ કરો' અને 'રાજકોટ પોલીસની ક્રાઈમ બ્રાંચ હવે હવાલા બ્રાંચ' ના બેનર્સ સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના કારણે રાજકોટ પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દૃશ્યો સર્જાયા પણ હતા.

પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થતા કોંગ્રેસ નેતા અને શહેર પ્રમુખ અશોક ડાંગર અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલી પણ થઈ હતી. જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. જે દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હલ્લાબોલ મચાવતાં કાર્યકારી પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, મહેશ રાજપૂત, વિપક્ષી નેતા ભાનુ સોરાણી સહિત 14 કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

English summary
Indranil Rajyaguru Lok Darbar, Rajkot city president said - me and Congress have nothing to do with this.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X