For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લેન્ડ ગ્રેબીન્ગ કમિટી સમક્ષ મૂકાયેલા 27 કેસમાંથી ૩માં FIR દાખલ કરવાનો નિર્ણય લેવાયો

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ 2020 અન્વયે રજૂ થયેલી અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે ગુરૂવારના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિન્ગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરવામાં આવેલા 27 કેસમાંથી 3 કેસમાં સંબંધિતો લોકો સામે FIR દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Gujarat Land Graybang Act 2020

ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ 2020 અન્વયે રજૂ થયેલી અરજીઓ બાબતે નિર્ણય લેવા માટે ગુરૂવારના રોજ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં તપાસનીશ અધિકારીઓએ તપાસ કરીને અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ રજૂ કરાયેલા કુલ 27 કેસમાંથી 19 કેસ દફતરે કરવામાં આવ્યા હતા. આ સાથે પાંચ કેસ પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ગ્રામ્ય પોલીસ અધિક્ષક બલરામ મીના, નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, ACP એસ. આર. ટંડેલ, પ્રાંત અધિકારીઓ સર્વ જી. વી. મિયાણી, રાજેશ આલ, પારસ વંડા, પ્રિયંક ગલચર, વીરેન્દ્ર દેસાઈ, પૂજા જટણીયા અને સિદ્ધાર્થ ગઢવી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પી. બી. લાઠીયા, ડીવાય. એસ.પી. રાકેશ દેસાઇ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
It was decided to file FIR in 7 out of 27 cases before the Land Grabbing Committee.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X