For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RT-PCR રિપોર્ટ ન હોવાને કારણે વીમા કંપની દાવો નકારી શકે નહીં

સરકાર દ્વારા ફરજિયાત RTPCR અથવા રેપિડ એન્ટિજેન કોવિડ પોઝિટિવ રિપોર્ટ જોડ્યો ન હતો તે કારણે એક મહિલાને કોવિડ-19 સારવાર માટેનો દાવો વીમા કંપની દ્વારા ફગાવી દેવાયો હતો.

|
Google Oneindia Gujarati News

સરકાર દ્વારા ફરજિયાત RTPCR અથવા રેપિડ એન્ટિજેન કોવિડ પોઝિટિવ રિપોર્ટ જોડ્યો ન હતો તે કારણે એક મહિલાને કોવિડ-19 સારવાર માટેનો દાવો વીમા કંપની દ્વારા ફગાવી દેવાયો હતો. જે બાદ રાજકોટ શહેરની ગ્રાહક અદાલતે વ્યાજ સાથે રૂપિયા 2.33 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો.

corona

આ સમગ્ર કેસની વિગતો અનુસાર, જ્યારે ફ્યુચર જનરલ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીએ તેની પાસે વીમાની રકમ (SI) તરીકે રૂપિયા 5 લાખની પોલિસી હોવા છતાં સાન્યા વાઢવાણીનો દાવો નકારી કાઢ્યો હતો, ત્યારે સાન્યા વાઢવાણીએ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં અરજી કરી હતી.

એપ્રિલ 2021 માં, વાઢવાણીને તાવ, શરદી અને શ્વાસ લેવામાં તકલીફ થઈ અને ડૉક્ટર્સે તેમને છાતીનું MACT સ્કેન કરાવવાની સલાહ આપી. રિપોર્ટમાં તેણીને કોવિડ શંકાસ્પદ હોવાનું નિદાન થયું હતું અને ડૉક્ટર્સે તેણીને હોમ ક્વોરેન્ટાઇન હેઠળ રહેવા કહ્યું હતું.

જોકે, આગામી પાંચ દિવસમાં વાઢવાણીની તબિયત લથડી હતી અને તેણીને છાતીનું સિટી સ્કેન કરાવવું પડ્યું હતું અને ડૉક્ટર્સની સલાહ મુજબ, તેણીને 20 એપ્રીલે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. વાઢવાણીને આખરે 2 મેના રોજ રજા આપવામાં આવી હતી અને તેની સારવારનો ખર્ચ રૂપિયા 2.33 લાખ હતો.

17 મેના રોજ, તેણીએ વીમા કંપની અને કંપની સમક્ષ તેના તબીબી ખર્ચનો દાવો કર્યો, 16 સપ્ટેમ્બર, 2021 ના​રોજ એક પત્ર દ્વારા, વાઢવાણીને જાણ કરવામાં આવી હતી કે, તેમનો દાવો નકારવામાં આવ્યો છે. કંપનીએ ટાંક્યું કે, તેણી પાસે RTPCR અથવા એન્ટિજેન રિપોર્ટ નથી, જે સરકારના આદેશ મુજબ ફરજિયાત છે અને પોલિસીની શરત પણ છે.

તેણીના એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમે કોર્ટ સમક્ષ તથ્યો મૂક્યા હતા કે, તે સમયે કોવિડ-19 પીક પર હતો અને આરટીપીસીઆર પરીક્ષણો માટે લાંબી પ્રતીક્ષા યાદી હતી. અમારી પાસે રિપોર્ટની રાહ જોવાનો એટલો સમય ન હતો. કારણ કે, દર્દીને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી. તેમજ ડૉકટર્સે તેના સિટી સ્કેન સ્કોર સાથે આગળ વધવાનું નક્કી કર્યું હતું.

વકીલે વધુમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આધાર રાખ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેમના નિયંત્રણ બહારના સંજોગોમાં વીમા કંપની, દાવાઓ સેટ કરતી વખતે, ખૂબ તકનીકી ન હોવી જોઈએ અને એવા દસ્તાવેજો માંગવા જોઈએ કે, જે વીમાધારકને કારણે રજૂ કરવાની સ્થિતિમાં ન હોય. દલીલો સાંભળ્યા બાદ કમિશન રાજકોટે વીમા કંપનીને દાવાની રકમ છ ટકા વ્યાજ સાથે અને કાનૂની ખર્ચ પેટે રૂપિયા 5,000 ચૂકવવા આદેશ કર્યો હતો.

English summary
'Lack of RT-PCR report is no reason to reject claim'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X