પિતરાઈ ભાઈઓ વચ્ચે જમીન બાબતે બબાલ, ખેતમજૂરનું ઢીમ ઢાળ્યું

પીડિત વિરસિંહ સિંગર (27) અને તેનો પુત્ર સચિન સાયકલ પર આવી રહ્યા હતા, ત્યારે તેના પિતરાઈ ભાઈઓ કલમ સિંગર અને રમેશ સિંગરે તેમને રસ્તામાં રોકી લીધા હતા અને જમીન બાબતે વીરસિંહ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી.

રાજકોટ : શહેરની હદમાં આવેલા હરીપર ગામ રોડ પર એક પરપ્રાંતિય ખેત મજૂરની તેના પિતરાઈ ભાઈઓએ હત્યા કરી હતી. મધ્યપ્રદેશના તેમના વતન ગામમાં જમીનના વિવાદને પગલે બંનેએ તેમના બે વર્ષના પુત્ર પર પણ હુમલો કર્યો હતો.

crime news

પીડિત વિરસિંહ સિંગર (27) અને તેનો પુત્ર સચિન સાયકલ પર આવી રહ્યા હતા, ત્યારે તેના પિતરાઈ ભાઈઓ કલમ સિંગર અને રમેશ સિંગરે તેમને રસ્તામાં રોકી લીધા હતા અને જમીન બાબતે વીરસિંહ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. તેમાંથી એકે વિરસિંહના માથા પર મોટો પથ્થર મારી દીધો અને નાના છોકરાને પણ પથ્થર વડે માર્યો હતો. હોસ્પિટલમાં છોકરાની હાલત નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો, પરંતુ મંગળવારના રોજ અમરેલીના બાબરા શહેરમાંથી આજી ડેમ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. એક રાહદારીએ બંને પીડિતોને લોહીના ખાબોચિયામાં પડેલા જોયા અને 108 ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પેરામેડિક સ્ટાફે વિરસિંહને સ્થળ પર જ મૃત જાહેર કર્યો હતો, જ્યારે તેઓએ તેમના પુત્રને હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં હાલ તે જીવનમરણ વચ્ચો ઝોલા ખાઇ રહ્યો છે.

હુમલાખોરો અને પીડિતો મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભર તાલુકાના બેહડવા ગામના વતની છે. આ તાલુકાના કેટલાય લોકો રાજકોટની આસપાસ ખેતમજૂર તરીકે કામ કરે છે. એક સાક્ષીએ પોલીસને જણાવ્યું કે, વીરસિંહ બે દિવસ પહેલા પણ આરોપીના ખેતરમાં ગયો હતો અને તેમના ગામમાં જમીનના વિવાદને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X