સામૂહિક રંગોળી બનાવી લોકોને આપ્યો મતદાન જાગૃતિનો સંદેશ
Lok sabha Election 2024: લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ હાલમાં જિલ્લામાં મતદારોને સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન અને ઇલેક્ટોરલ પાર્ટિસિપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઇમ્પ્લીમેન્ટેશન પ્લાન (TIP) વિશે જાગૃત કરવા આયોજન કરવામાં આવી રહ્યા છે.
જે અંતર્ગત સમગ્ર રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સામૂહિક રંગોળીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વોટ ફોર બેટર ઈન્ડિયા, વોટ ફોર નેશન, માય વોટ માય ફ્યુચર, જાગો વોટર જાગો જેવા સ્લોગન બનાવવામાં આવ્યા હતા. રંગોળીમાં EVM, ચૂંટણી પંચ વગેરેના વિવિધ સ્લોગન અને ચિન્હો વણીને અનોખી શૈલીમાં મતદાન જાગૃતિ કાર્ય કરવામાં આવ્યું હતું.

રાજકોટ જિલ્લાના વધુને વધુ નાગરિકો મતદાન કરે અને અન્ય લોકો પણ લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લે અને મતદાન અંગે લોકોને જાગૃત કરે તે માટે શાળાઓ સહિત વિવિધ સંસ્થાઓએ મતદાર પ્રેરક સૂત્રો સાથે આકર્ષક રંગોળીઓ બનાવી છે. જેનો મુખ્ય હેતુ લોકોને મતદાન અંગે જાગૃત કરવાનો છે.
મોવિયામાં મહિલાઓએ લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા. જાગૃતિ લાવવા માટે, તેણીએ મહેંદી લગાવી અને મતદાન કરવાના શપથ પણ લીધા. વિદ્યાર્થીઓએ વિવિધ રંગો અને ઈકો ફ્રેન્ડલી પાંદડાની ડિઝાઈન બનાવીને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.












Click it and Unblock the Notifications
