For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાયોમાં દેખાયો ચામડીનો રોગ, જાણો દુધ પર થશે કે કેમ?

સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજારો ગાયોને ગઠ્ઠાવાળી ચામડીના રોગથી સંક્રમિત થઇ છે, જે વાહકજન્ય રોગ છે, જે ગુજરાતમાં પ્રથમ વખત નોંધાયો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓ બાદ કચ્છ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સૌરાષ્ટ્ર અને કચ્છમાં હજારો ગાયોને ગઠ્ઠાવાળી ચામડીના રોગથી સંક્રમિત થઇ છે, જે વાહકજન્ય રોગ છે, જે ગુજરાતમાં પ્રથમ વખત નોંધાયો છે. જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓ બાદ કચ્છ સૌથી વધુ અસરગ્રસ્ત છે અને એક અંદાજ મુજબ છેલ્લા દોઢ મહિનામાં એકલા કચ્છમાં લગભગ 27,000 ગાયોને સંક્રમણ લાગ્યું છે.

50,000 પશુઓને રસી આપવાનો લક્ષ્યાંક

50,000 પશુઓને રસી આપવાનો લક્ષ્યાંક

જ્યારે મૃત્યુના કોઈ સત્તાવાર આંકડા નથી, ત્યારે ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું હતું કે, તેઓ દરરોજ 70-80 ગાયોનામૃતદેહોનો નિકાલ કરે છે. આ રોગ પ્રથમ લખપતમાં નોંધાયો હતો અને અન્ય તાલુકાઓમાં ફેલાયો હતો.

જ્યારે કચ્છના જિલ્લા વિકાસઅધિકારી ભવ્ય વર્માનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, અમે શીશીના ત્રણ ગણા જથ્થા સાથે ગોટ પોક્સની રસીથી પશુઓનેરસી આપવાનું કામ ઝડપી કર્યું છે. અમે 50,000 પશુઓને રસી આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને જિલ્લા પંચાયતે 10 લાખ રૂપિયાનાડોઝની ખરીદી કરી છે.

મૃત્યુદર 4 ટકા કરતા ઓછો

મૃત્યુદર 4 ટકા કરતા ઓછો

જામનગરના પશુપાલન વિભાગના નાયબ નિયામક અનિલ વિરાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ રોગ પ્રથમ વખત નોંધાયો છે. મૃત્યુદર4 ટકા કરતા ઓછો છે, પરંતુ નબળા પશુઓમાં મૃત્યુ વધે છે.

છેલ્લા સપ્તાહમાં મૃત્યુદરમાં વધારો થયો

છેલ્લા સપ્તાહમાં મૃત્યુદરમાં વધારો થયો

પોરબંદરમાં નેહલ કારાવદરાએ જેમની સંસ્થા પશુપાલન વિભાગને ગાયોને રસીકરણ કરવામાં મદદ કરી રહી છે, તેમણે જણાવ્યું હતું કે,છેલ્લા સપ્તાહમાં મૃત્યુદરમાં વધારો થયો છે. અમે રખડતા પશુઓને રસી આપી છે, પરંતુ પાળેલા પશુઓના કિસ્સામાં માલિકો વિરોધ કરીરહ્યા છે.

ગોટ પોક્સ જેવા વાયરસથી થાય છે આ રોગ

ગોટ પોક્સ જેવા વાયરસથી થાય છે આ રોગ

આ રોગ ભારતમાં સૌપ્રથમવાર 2019 માં નોંધાયો હતો અને તે વિવિધ રાજ્યોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને દૂધાળા પશુઓને સંક્રમણલગાવી રહ્યો છે.

આ રોગ ગોટ પોક્સ જેવા વાયરસથી થાય છે અને તે જંતુઓ દ્વારા ફેલાય છે. જંતુઓ ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં પ્રજનનકરે છે અને તેમના કરડવાથી પ્રાણીઓને સંક્રમણ લાગે છે.

સંક્રમિત પ્રાણીઓનું દૂધ ડેરીમાં ન આપો

સંક્રમિત પ્રાણીઓનું દૂધ ડેરીમાં ન આપો

જીસીએમએમએફના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલે જણાવ્યું હતું કે, સંક્રમિત ગાયોના દૂધનું સેવન કરવાથીમનુષ્યને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. જોકે, અમે સહકારી મંડળીઓને સૂચના આપી છે કે, તેઓ સંક્રમિત પ્રાણીઓનું દૂધ ડેરીમાં નઆપે અને તેમને અમારા પ્રાપ્તિ કેન્દ્રો પર મોકલે નહીં તેની કાળજી રાખે.

દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે આ રોગ

દૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે આ રોગ

આ રોગથી પશુપાલકોને ભારે આર્થિક નુકસાન થયું છે. કારણ કે, તે દૂધાળા પશુઓની ઉત્પાદન ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરે છે. અમૂલડેરી, આણંદના સંશોધન વૈજ્ઞાનિક ડો. મોહસીન વહોરાએ જણાવ્યું હતું કે, આ રોગ અત્યંત સંક્રમક છે. મૃત્યુદર ઊંચો નથી, પરંતુ વાયરસદૂધના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે.

English summary
lumpy Skin disease appeared in cows, know which ones will be affected
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X