For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માંસાહાર બન્યો મોતનું કારણ, રાજકોટમાં એક વ્યક્તિની હત્યા

આ ઘટના પહેલા મૃતક છગન ઝાપડાએ બે આરોપીઓને ખાણીપીણીના વેસ્ટ મટીરીયલનો યોગ્ય રીતે નિકાલ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : એક 27 વર્ષીય વ્યક્તિ, જેણે કથિત રીતે તેના ઘરની નજીક ચાલતી નોન-વેજ ફૂડની દુકાન બંધ કરવા કહ્યું હતું, તેની રવિવારની રાત્રે રાજકોટના સત હનુમાન વિસ્તાર નજીક ખાણીપીણીના માલિકો અને તેમના સહાયકો દ્વારા કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.

murder

આ ઘટના પહેલા મૃતક છગન ઝાપડાએ બે આરોપીઓને ખાણીપીણીના વેસ્ટ મટીરીયલનો યોગ્ય રીતે નિકાલ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. રાજકોટ પોલીસે જણાવ્યું કે, પાંચ આરોપી અસલમ ફકીર, કાદરસા ફકીર, ગુલામ હુસૈન ફકીર, ધર્મેશ પરમાર અને રવિ પરમારની વ્યવસાયે ડ્રાઇવર અને બે બાળકોના પિતા એવા છગન ઝાપડાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

બે આરોપી અસલમ અને કાદરસા મૃતકના ઘર પાસે નોન-વેજ ફૂડની લારી ચલાવે છે. ખાણીપીણીના માલિકો દ્વારા વધેલા કચરા અને અન્ય કચરાના યોગ્ય નિકાલ કરવામાં આવતો ન હોવાને કારણે આ વિસ્તાર રખડતા કૂતરાઓનો ઉપદ્રવ વધી ગયો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારના ઘણા રહેવાસીઓ કૂતરા કરડવાનો ભોગ બન્યા છે અને મૃતકના કાકાને પણ તાજેતરમાં કૂતરો કરડ્યો હતો.

રવિવારના રોજ ઝાપડાએ કૂતરાઓથી ઘેરાયેલી દુકાન જોઈને અસલમ અને કાદરસાને કચરાનો યોગ્ય નિકાલ ન કરવા બદલ ઠપકો આપ્યો હતો. આ ઉપરાંત ઝાપડાએ કથિત રૂપે તેમને દુકાન બંધ કરવા કહ્યું, જેથી કરીને કૂતરાઓના આતંકનો અંત લાવી શકાય.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, "જેના પરિણામે ઝપડા અસલમ અને કાદરસા સાથે ઉગ્ર દલીલમાં ઉતર્યા હતા, જ્યારે બંને ઝાપડાને મારતા હતા, ત્યારે તેમના ચાર સાથીદારો પણ તેમની સાથે જોડાયા હતા. ચાર આરોપીઓએ ઝાપડાને પકડી રાખ્યો હતો, જ્યારે પાંચમાએ તેને પેટમાં છરો માર્યો હતો"

ઝાપડાને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરનારા મૃતકના ભાઈ સરગમ પર પણ આરોપીઓએ હુમલો કર્યો હતો. આ અંગે મૃતકના બીજા ભાઈએ ફરિયાદ નોંધાવી હતી.

English summary
Non veg food cause of death, murder of a person in Rajkot.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X