For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં અતિભારે વરસાદ, શાળા કોલેજો બંધ, અનેક ડેમ ઓવરફ્લો અને નદીઓ ગાંડીતુર

રાજકોટ જીલ્લામાં આવેલી મવડી ગામની નદીમાં પુર આવતા આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. આ સાથે રાજકોટ અને કંણકોટ ગામને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. રાજકોટની ખોખળદળ નદીમાં પણ પૂર આવ્યું છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર રાજ્યમાં હાલ વરસાદી મોહાલ છે. રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે નદીનાળા સાથે સાથે ડેમ પણ છલકાઇ રહ્યા છે. સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં અતિભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારણે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

Rajkot

રાજકોટ જીલ્લામાં આવેલી મવડી ગામની નદીમાં પુર આવતા આ રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે.
આ સાથે રાજકોટ અને કંણકોટ ગામને જોડતો રસ્તો પણ બંધ કરવામાં આવ્યો છે. રાજકોટની ખોખળદળ નદીમાં પણ પૂર આવ્યું છે. ખોખળદળ નદીમાં પૂર આવતા ઘરમાં વસરાદી પાણીનો ગરકાવ થયો હતો. ખોખળદળ નદીમાં પુર આવતા વેલનાથ પરા વિસ્તારમાં લોકોના ઘરમાં ઘરમાં 4 ફૂટ પાણી ભરાયા છે.

  • છેલ્લા 24 કલાકમાં રાજકોટ સિટીમાં સરેરાશથી ચાર ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં લોધિકા તાલુકામાં સિટીમાં સરેરાશથી સાડા પાંચ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગોંડલ તાલુકામાં સરેરાશથી પાંચ ઈંચ વરસાદ

આ સાથે રાજકોટના મેટોડામાં ભારે વરસાદના પગલે બોરમાંથી પાણી બહાર નીકળવા લાગ્યું છે. આ પાણીનો પ્રવાહ જમીન બહાર નીકળવા લાગ્યો છે. જે કારણે મેટોડા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાયા ગયા છે.

Rajkot

ભારે વરસાદના કારણે શાળા-કોલેજો બંધ

ભારે વરસાદના કારણે રાજકોટ જીલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ બી. એસ. કૈલા દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓને જણાવવાનું કે, છેલ્લા બે દિવસના ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ બાળકોની સલામતી માટે આજે તારીખ 13, સપ્ટેમ્બર, 2021ના રોજ શાળાઓમા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ રાખવા જણાવવામા આવે છે.

આ સાથે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા મુજબ રાજકોટ શહેરની તમામ શાળા કોલેજો આજે બંધ રહેશે. હાલના ભારે વરસાદને કારણે શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે, તેમ જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદના કારણે અનેક ડેમ ઓવરફ્લો

  • રાજકોટ જિલ્લામાં આવેલા સિંચાઈ વિભાગ હસ્તકના 25 પૈકીના 6 ડેમ થયા ઓવરફ્લો થયા છે.
  • રાજકોટ જિલ્લામાં સિઝનનો સરેરાશ 44.78 ટકા વરસાદ નોંધાયો છે.
  • આજી ડેમ 2 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 30.10 ફૂટ છે.
  • આજી ડેમ 3 ઓવરફ્લો થયો છે, જેની સપાટી 26.70 ફૂટ છે.
  • વેરી ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 9.40 ફૂટ છે.
  • મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.80 ફૂટ છે.
  • ખોડાપીપર ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 7.90 ફૂટ છે.
  • છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો થયો છે, જેની સપાટી 14.50 ફૂટ છે.

ગોંડલ તાલુકાનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો

ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ તરફથી જણાવવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. આથી ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 142.02 મીટર છે અને ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક છે.

રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલાયા

રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફુટ ખોલવામાં આવ્યા છે. આથી ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરીપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 73.76 મીટર છે અને ડેમમાં 4,492 ક્યુસેક પાણીની આવક છે.

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફુટ ખોલાયો

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફુટ ખોલવામાં આવ્યો છે. ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરીયાળી તથા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 5.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યુસેક પાણીની આવક છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોતીસર ડેમના પટમાં અવર-જવર ન કરવા સૂચના

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીયાડી ગામ પાસેનો મોતીસર ડેમ નિર્ઘારીત સપાટીએ ભરાઈ ગયો છે, ત્યારે ડેમના નિચાણના વિસ્તારમાં આવેલા હડમતાળા, કોલીથળ અને પાટીયાળી ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. હાલમાં જળાશયની ભરપુર સપાટી 143 મીટર છે અને ડેમમાં 932 ક્યુસેક પાણીની આવક છે, તેમ ફોકલ ઓફિસર અને અધિક્ષક ઈજનેર, રાજકોટ સિંચાઇ વર્તુળ(ફ્લડ સેલ), રાજકોટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ 3 ઇંચ વરસાદ, તાલુકા પ્રમાણે વરસાદ

  • ઉપલેટા 2.5 ઇંચ
  • કોટડાસાંગાણી 2.5 ઇંચ
  • ગોંડલ 5 ઇંચ
  • જેતપુર 2.5 ઇંચ
  • જસદણ 0 ઇંચ
  • વીંછીયા 0 ઇંચ
  • જામકંડોરણા 2.5 ઇંચ
  • ધોરાજી 3 ઇંચ
  • પડધરી 2.5 ઇંચ
  • રાજકોટ સીટી 4.5 ઇંચ
  • લોધિકા 5 ઇંચ
English summary
These roads have been forced to close due to flood in the river of Mwdi village in Rajkot district. The road connecting Rajkot and Kankot villages has also been closed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X