For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ: સરકારી ભરતીમાં વધુ એક ગેરરીતી આવી સામે, જુનિયર કલાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતી

સરકારી ભરતીમાં વિવાદની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની ભરતીને લઈ સર્જાયેલા વિવાદને ઉગતો જ ડામી દેવા સત્તાધીશો મેદાને પડ્યા છે. ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો એક પરીક્ષાર્થીએ ઘટસ્ફોટ ક

|
Google Oneindia Gujarati News

સરકારી ભરતીમાં વિવાદની વધુ એક ઘટના સામે આવી છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્કની ભરતીને લઈ સર્જાયેલા વિવાદને ઉગતો જ ડામી દેવા સત્તાધીશો મેદાને પડ્યા છે. ભરતીમાં ગેરરીતિ થઈ હોવાનો એક પરીક્ષાર્થીએ ઘટસ્ફોટ કર્યો છે. પરીક્ષાર્થીએ સોશિયલ મીડિયા પર વિરોધ વ્યક્ત કર્યો છે.

Rajkot

પરીક્ષાર્થીનો આક્ષેપ છે કે જુનિયર ક્લાર્કની 122 જગ્યાની ભરતીમાં ગેરરીતિ થઈ છે. જેમણે CPTની પરીક્ષા પાસ નથી કરી તેવા 27 ઉમેદવારોને હાજર થવાનો ઓર્ડર મળ્યો હતો. જે અંગે અધિકારીઓ અને સત્તાધીશોને રજૂઆત કરાતા 27 ઉમેદવારોને બાદ કરીને ફરીથી પરિણામ જાહેર કરાયું છે. આ પરિણામમાં પણ જે 122 ઉમેદવારોના નામ છે તેઓએ CPTની પરીક્ષા પાસ કરી છે કે કેમ તેનો ઉલ્લેખ નથી. જેને લઈ ભરતીમાં ગેરરીતિ થઈ હોવાની પરીક્ષાર્થીઓને આશંકા છે.

પરિક્ષાર્થીના આક્ષેપને લઇને અનેક સવાલોએ જન્મ લીધો છે. રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની ભરતીમાં ગેરરીતિ ? CPTની પરીક્ષામાં નાપાસ ઉમેદવારોને કેમ ઓર્ડર અપાયા ? નાપાસ ઉમેદવારોને નોકરી આપવા નાણાકિય લેવડ-દેવડ થઈ હતી? નાપાસ ઉમેદવારોને નોકરીનો ઓર્ડર આપવાનો શું હતો ઈરાદો? પાસ થનારા ઉમેદવારોની પૂરી જાણકારી કેમ નથી અપાઈ?

English summary
Rajkot: Irregularities in recruitment of 122 posts of Junior Clerk in Municipal Corporation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X