For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતની પહેલી AIIMSનુ ભૂમિ પૂજન કરશે PM મોદી, પ્રથમ બેચમાં 50 છાત્રોને MBBSમાં પ્રવેશ

ગુજરાતની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ) રાજકોટમાં સ્થાપિત થવાની છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થોડા દિવસોમાં જ એઈમ્સ માટે ભૂમિપૂજન કરાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

Rajkot AIIMS News, રાજકોટઃ ગુજરાતની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ) રાજકોટમાં સ્થાપિત થવાની છે. આની સાથેની સંસ્થામાં એકેડેમિક સત્રનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. પંડિત દીનદયાળ મેડિકલ કૉલેજના નામથી શરૂ થયેલી એકેડેમીના ફર્સ્ટ ફેઝની ફર્સ્ટ બેચમાં 50 છાત્રોએ એમબીબીએસમાં પ્રવેશ લીધો. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થોડા દિવસોમાં જ એઈમ્સ માટે ભૂમિપૂજન કરાવવામાં આવશે. જેની માહિતી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી. રૂપાણીએ કહ્યુ કે પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ ગુજરાત અને ખાસ કરીને રાજકોટને આ એઈમ્સની ભેટ આપી છે. તેઓ ટૂંક સમયમાં આનુ ભૂમિ પૂજન કરશે.

રાજકોટ લાવવામાં આવી રહી છે પહેલી એઈમ્સ

રાજકોટ લાવવામાં આવી રહી છે પહેલી એઈમ્સ

તમને જણાવી દઈએ કે મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટ એઈમ્સના પહેલા એકેડેમી સત્રના પહેલી બેચનો ગાંધીનગરથી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા શુભારંભ કર્યો. આ દરમિયાન તેમણે કહ્યુ કે, 'એઈમ્સ જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મેડિકલ ઈન્સ્ટીટ્યુટનુ રાજકોટમાં હોવુ ગુજરાતના હેલ્થ કેર સેક્ટરમાં નવો પ્રાણ ફૂંકી દેશે. આત્મનિર્ભર ભારતમાં નવાચાર અને અનુસંધાનના ક્ષેત્રમાં ગુજરાતે ઉલ્લેખનીય યોગદાન આપ્યુ છે. મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં પણ ગુજરાત આગળ રહેશે. વર્ષ 2014માં દેશમાં 9 આઈઆઈટી હતી જે હવે વધીને 16 થઈ ગઈ છે. આ રીતે આઈઆઈએમની સંખ્યા પણ 13થી વધીને 20 અને એઈમ્સની સંખ્યા 6થી વધીને 15 થઈ ગઈ છે.'

અહીં બનાવવામાં આવશે તેનુ ભવન

અહીં બનાવવામાં આવશે તેનુ ભવન

એઈમ્સના પરિસરની વાત કરીએ તો રાજકોટના પરાપિરળીયામાં મુખ્ય લેઆઉટ પ્લાનને પહેલા જ મંજૂરી આપી દેવામાં આવી છે. રાજકોટ શહેરી વિકાસ પ્રાધિકરણ દ્વારા એઈમ્સ હોસ્પિટલના નિર્માણ માટે હાલ જ લેઆઉટ પ્લાનને અનુમોદિત કરવામાં આવ્યો હતો. ત્યારે જણાવવામાં આવ્યુ હતુ કે રાજ્ય સરકાર દ્વારા એઈમ્સ અધિકારીઓને સોંપવામાં આવેલી 200 એકર જમીનની કમ્પાઉન્ડ વૉલ અને ભૂખંડનુ કામ ટૂંક સમયમાં પૂરુ કરી લેવામાં આવશે. સાથે જ આવનારા દિવસોમાં 19 અલગ અલગ ભવનોની યોજનાઓને તબક્કામાં મંજૂરી આપવામાં આવશે. જ્યારે એઈમ્સ સાથે જોડાયેલી કૉલેજમાં બેચની શરૂઆત થઈ ત્યારે ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યુ કે ગુજરાતના લોકો લાંબા સમયથી એઈમ્સની માંગ કરી રહ્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એઈમ્સનુ આગામી એકેડેમિક સત્ર 50 સીટો સાથે શરૂ થયુ છે, જે ઘણી સારી વાત છે.

ક્યાં સુધીમાં થશે ઉદઘાટન?

ક્યાં સુધીમાં થશે ઉદઘાટન?

આ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સપ્ટેમ્બર મહિનામાં ઘોષણા કરી હતી કે 202થી પહેલા એઈમ્સ હોસ્પિટલનુ ઉદઘાટન કરવામાં આવશે. રૂપાણીનુ કહેવુ છે કે અમારા ગૃહનગર રાજકોટમાં એઈમ્સની સ્થાપનાની તૈયારી ઘણી ઝડપથી થઈ રહી છે. વર્ષ 2022 પહેલા એઈમ્સ અહીં સ્થાપિત થઈ જશે. આમ પણ રાજકોટ જ સૌરાષ્ટ્રનુ કેન્દ્રબિંદુ છે, સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાના લોકો પણ અહીં ઈલાજ માટે આવે છે. એઈમ્સના કારણે રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ સ્થાનિક સ્તરે મળશે.

આના માટે ભિડાયા હતા રાજ્યના બે જિલ્લા

આના માટે ભિડાયા હતા રાજ્યના બે જિલ્લા

તમને જણાવી દઈએ કે ગુજરાત એઈમ્સની સ્થાપના માટે વિવાદ થઈ ગયો હતો. અહીં એઈમ્સ કયા શહેરને મળે એ મુદ્દે રાજકોટ અને વડોદરા વચ્ચે વિવાદ થઈ ગયો હતો. બંનના સાંસદ તેમજ ધારાસફભ્યોએ પોતાને ત્યાં એઈમ્સ શરૂ કરાવવા માંગતા હતા. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યુ હતુ કે એઈમ્સ કોને આપવાની છે તેનો નિર્ણય ગુજરાત સરકાર નહિ પરંતુ કેન્દ્ર સરકાર કરે છે. તમારી જે ચિંતા છે તે હું ઉપર સુધી પહોંચાડી દઈશ. છેવટે વર્ષ 2019ની શરૂઆથમાં કેન્દ્ર સરકારે માહિતી આપી કે એઈમ્સની સ્થાપના રાજકોટમાં કરવામાં આવશે. રાજકોટને એઈમ્સ આપવા માટેનું કારણ ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલને ગણાવવામાં આવ્યા કે જે આરોગ્ય મંત્રી છે. તેમણે પોતાના બ્રીફિંગમાં કહ્યુ કે કેન્દ્ર સરકારે એઈમ્સ રાજકોટમાં આપવાનો નિર્ણય કર્યો છે.

એઈમ્સ, રાજકોટમાં 800થી 1000 બેડ હશે

એઈમ્સ, રાજકોટમાં 800થી 1000 બેડ હશે

રાજકોટને એઈમ્સ મળવાની માહિતી આપીને નિતિન પટેલે કહ્યુ હતુ, 'રાજકોટની ભૂમિ(ખંડેરી સ્ટેડિયમ પાસે) ત્યાં રાજકોટના જિલ્લા કલેક્ટર દ્વારા કાર્યવાહી અને એઈમ્સ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગુજરાતની એઈમ્સમાં 800થી 1000 બેડની હોસ્પિટલ અને મેડિકલ કૉલેજની સુવિધા હશે. એઈમ્સનુ નિર્માણ 4 વર્ષમાં પૂરુ થશે.' આ એઈમ્સથી સરેરાશ રોજ 1500 દર્દીઓને આરોગ્ય સુવિધાઓ મળશે.

કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર કેટલી અસરકારક રહેશે વેક્સીન?કોરોના વાયરસના નવા સ્ટ્રેન પર કેટલી અસરકારક રહેશે વેક્સીન?

English summary
Rajkot: PM Modi to do bhoomi poojan of Gujarat's first AIIMS, 50 students took admissions in MBBS in first batch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X