Rajkot: રાજકોટ અમદાવાદ હાઈવે પર માર્ગ અકસ્માત, 4 લોકોના મોત

Rajkot Road Accident: રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધતા જઇ રહ્યા છે. આજે સવારે મલિયાસણ ગામથી નવ કિલોમીટર દુર બે ડંપર અને બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

બે કાર અને બે ડંપર વચ્ચેની અથડામણમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં બે લોકો ફસાઈ ગયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે, બંને કાર પલટી મારી ગઈ હતી અને મૃતદેહોને પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. રાજકોટ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે.

Rajkot Road Accident

એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયાનું પણ સામે આવ્યું છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. અકસ્માતના કારણે અમદાવાદ હાઈવે પર જામ થઈ ગયો હતો. જેના કારણે રાજકોટ એરપોર્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

મળતી માહિતી મુજબ, અમદાવાદ હાઈવે પર રાજકોટ તરફ જતા રોડ પર ટ્રક અચાનક પલટી ગઈ હતી, અને હ્યુન્ડાઈ એસેન્ટ (GJ13 AP 7353) કાર અને બીજી કાર (GJ3 BA 2032) સાથે અથડાઈ હતી.

કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ સાથે એક વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા સમયે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X