For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ રૂરલ SOGએ વિસ્ફટકો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

રાજકોટ રૂરલ SOGએ વિસ્ફટકો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી

|
Google Oneindia Gujarati News

રાજકોટ ક્રાઈમની દુનિયામાં સુરતની જેમ જ મોખરે છે. અહીં અવારનવાર જઘન્ય કૃત્યો થતા રહે છે અને શહેર પોલીસ હજારો પ્રયાસો કર્યા છતાં પણ રાજકોટને ક્રાઈમ મુક્ત નથી કરી શકી. જો કે કાલે રાજકોટ શહેરમાં પોલીસે એક મોટી ઘટના બનતાં ટાળી છે. રાજકોટ રૂરલ એસઓજીએ મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ જપ્ત કર્યો છે. ભડલાથી વિસ્ફોટક પદાર્થો સાથે એક શખ્સની ધરપકડ કરીને ગુજરાત પરથી આફત ટાળી છે.

arrest

જણાવી દઈએ કે સિદ્ધરાજ સિંહ જાડેજા નામના શખ્સ પાસેથી ડિટોનેટર અને જિલેટીનનો મોટો જથ્થો મળી આવ્યો છે. 500 ડિટોનેટર અને 800 જિલેટીન સ્ટિક અને વાયર બંચ જપ્ત કરાયા છે. ત્યારે સુરક્ષાને લઈ રાજકોટ પોલીસે આ મોટી કાર્યવાહી કરી છે. રુરલ એસઓજીએ રાજકોટના જંક્શન વિસ્તારમાંથી આ જથ્થો પકડી પાડ્યો છે.

પોલીસે સિદ્ધરાજસિંહ જાડેજાની ધરપકડ કરી લીધી છે. તેની હવે પોલીસ પૂછપરછ કરશે, તે દરમિયાન આટલો મોટો જિલેટીન અને ડિટોનેટરનો જથ્થો ક્યાંથી આવ્યો અને આગળનું ષડયંત્ર શું હતું તે વિશે માહિતી મેળવવામાં આવશે. સિદ્ધરાજસિંહ જાડેજા નામનો આ વ્યક્તિ આટલા વિસ્ફોટકોના જથ્થાનું શું કરવાનો હતો તે મોટો ચિંતાજનક પ્રશ્ન છે, જેનો જવાબ મેળવવો હજી બાકી છે. શું સિદ્ધરાજસિંહ જાડેજા કોઈ આતંકી પ્રવૃત્તિઓમાં જોડાયેલો છે? તેના તાર ક્યાં ક્યાં જોડાયેલા છે તે અંગે આગળ તપાસ કરવામાં આવશે.

જો કે હાલ રાજકોટ એસઓજીએ સિદ્ધરાજસિંહ જાડેજાનું કાવતરું નિષ્ફળ બનાવી દીધું છે અને રાજકોટમાં સંભવિત બનતી મોટી ઘટનાને ટાળી છે.

English summary
Rajkot Rural SOG arrested a man with explosives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X