For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં દેશની પ્રથમ મુવેબલ હોસ્પિટલ બનશે, જાણો આ હોસ્પિટલની વિશેષતાઓ!

દેશમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર પણ હોસ્પિલ સહિતની આરોગ્ય સાથે જોડાયેલી સુવિધાઓ વધારવા પર ધ્યાન આપી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ આ સુવિધાઓ પર કામ શરૂ કરાયું છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર પણ હોસ્પિલ સહિતની આરોગ્ય સાથે જોડાયેલી સુવિધાઓ વધારવા પર ધ્યાન આપી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શહેર રાજકોટમાં પણ આ સુવિધાઓ પર કામ શરૂ કરાયું છે. રાજકોટ જિલ્લા પ્રશાસને હવે ખસેડી શકાય તે પ્રકારની હોસ્પિટલ સ્થાપવાની દિશામાં કામગીરી શરૂ કરી છે.

rajkot

કોરોનાની બીજી લહેરમાં લોકોને હોસ્પિટલ માટે શહેર શહેર ભટકવું પડ્યુ હતુ ત્યારે હવે રાજકોટ જિલ્લા પ્રશાસને ખસેડી શકાય તે પ્રકારની હોસ્પિટલ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરી છે. આ પ્રકારની હોસ્પિટલ ભારતની પ્રથમ હોસ્પિટલ હશે. રાજકોટના ચૌધરી મૈદાનમાં બનાવવામાં આવેલી આ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા હશે.

હોસ્પિટલની સુવિધાની વાત કરીએ તો આ હોસ્પિટલ એક મુવેબલ એર ડોમ હોસ્પિટલ હશે, એટલે કે જરૂર પડતા આ હોસ્પિટલને કોઈ પણ સ્થળે આશાનીથી ખસેડી શકાશે. ઈન્ડો-અમેરિકન સ્ટાઈલની આ હોસ્પિટલ ગણતરી સમયમાં જ શરૂ કરી શકાય છે. તેમાં આઈસીયુ સહિતની તમામ સુવિધાઓ હશે.

રાજકોટના કલેક્ટર મહેશ બાબુએ આ વિશે વાત કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી ઘાતક લહેરમાં ઓક્સિજન બેડ, સામાન્ય બેડ સહિતના ટાંચા સાધનોને લઇને જે સ્થિતિ થઇ હતી તેમાથી બોધપાઠ લઇને સંભવિત ત્રીજી લહેર સામે અત્યારથી જ તમામ સ્તરે તૈયારીઓ સ્ટેન્ડ ટુ રાખવામા આવી છે. ઇન્ડો અમેરિક ટેકનોલોજીથી આ પ્રકારની એર ડોમ ટાઇપ મુવેબલ હોસ્પિટલની વ્યવસ્થા સમગ્ર ભારતમાં પ્રથમ રાજકોટમાં થઇ રહી છે.

English summary
Rajkot will be the first movable hospital in the country, know the features of this hospital!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X