For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RMC ની વેરા શાખાની કડક કાર્યવાહી, કારખાના, દુકાન, ઓફિસ સહિત 38 મિલ્‍કત કરી સીલ

રાજકોટ મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા મંગળવારના રોજ બાકી મિલ્‍કત વેરો વસુલવા માટે ઝુંબેશાત્‍મક કાર્યવાહી કરી હતી. જેમાં મંગળવારની બપોર સુધીમાં કુલ 38 મિલ્‍કત સીલ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

રાજકોટ મહાનગરપાલિકાની વેરા શાખા દ્વારા મંગળવારના રોજ બાકી મિલ્‍કત વેરો વસુલવા માટે ઝુંબેશાત્‍મક કાર્યવાહી કરી હતી. જેમાં મંગળવારની બપોર સુધીમાં કુલ 38 મિલ્‍કત સીલ કરવામાં આવી હતી. આ દરમિયાન 31 લાખની વેરા વસુલાત પણ કરવામાં આવી હતી.

rmc

મહાનગરપાલિકાની વેરા શાખાની મંગળવારની કાર્યવાહીની સત્તાવાર વિગતો મુજબ, વોર્ડ નંબર 4માં તિરૂપતિ બાલાજી પાર્કમાં 3 કોમર્શીયલ યુનિટના રૂપિયા 2.37 લાખના બાકી લેણાને ધ્યાનમાં રાખીને સીલ કરવામાં આવી હતી. કુવાડવા રોડ પર આવેલી ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી લેણા સામે રૂપિયા 1.72 લાખ રિકવરી, વોર્ડ નંબર 5માં પેડક રોડ પર રૂપિયા 2.81 લાખના બાકી લેણા સામે 2 કોમર્શીયલ યુનિટને સીલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત કુવાડવા રોડ પર આવેલા કોમર્શીયલ યુનિટના બાકી લેણા સામે રૂપિયા 1 લાખ રિકવરી, વોર્ડ નંબર 7માં યોગી સ્‍મૃતિ કોમ્‍પલેક્ષ માં ત્રીજે માળ પર બાકી લેણા સામે ૩ મિલકતો સીલ કરવામાં આવી છે. કોમર્શીયલ યુનિટને રૂપિયા 2.02 લાખના બાકી લેણા સામે સીલ કરવામાં આવી છે.

'ઓકે મશિનિંગ' ને બાકી લેણાને કારણે સીલ કરવામાં આવી છે. સોની બજારમાં આવેલા કોમર્શીયલ યુનિટના બાકી લેણા સામે રૂપિયા 55000 રિકવરી, વોર્ડ નંબર 9માં 'આલ્‍ફા પ્‍લસ' કોમ્‍પ્‍લેક્ષમાં આવેલી 806 નંબરની ઓફીસ બાકી લેણાને ધ્યાનમાં રાખીને સીલ કરાઇ છે. 'ક્રિષ્‍ના કોમ્‍પલેક્ષ' માં બાકી લેણા સામે સેલર સીલ કરવામાં આવી છે. 'શિલ્‍પ કોમ્‍પલેક્ષ'માં 2 કોમર્શીયલ યુનિટના બાકી લેણાને કારણે સીલ કરાઇ છે. આ સાથે 1 કોમર્શીયલ યુનિટના બાકી લેણાના રૂપિયા 83 હજાર રિકવરી, વોર્ડ નંબર 10માં 2 કોમર્શીયલ યુનિટના બાકી લેણા સામે રૂપિયા 2.44 લાખ રિકવરી, વોર્ડ નંબર 12માં 'શ્‍યામ કોમ્‍પલેક્ષ'માં 7 કોમર્શીયલ યુનિટના બાકી લેણા સામે સીલ કરવામાં આવી છે.

વોર્ડ નંબર 13માં આવેલી સિદ્ધિવિનાયક ફોર્ડ દ્વારા બાકી લેણા સામે સીલની કાર્યવાહી કરતા રૂપિયા 7.15 લાખ રિકવરી, વોર્ડ નંબર 15માં 'આજી ઇન્‍ડસ્‍ટ્રીયલ' વિસ્તારમાં ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી લેણા સામે રૂપિયા 1.42 લાખ રિકવરી, 'મીરા એસ્‍ટેટ'માં આવેલા 2 કોમર્શીયલ યુનિટના બાકી લેણા સામે રૂપિયા 3.34 લાખ રિકવરી, વોર્ડ નંબર 17 ના 'મિલન હોલ'ના બાકી લેણા સામે રિકવરી રૂપિયા 2.53 લાખ અને 3 ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના બાકી લેણામાં રિકવરી રૂપિયા 7.01 લાખ અને 1 ઇન્‍ડસ્‍ટ્રીયલ યુનિટના રૂપિયા 89,000 ના બાકી લેણા સામે સીલ કરવામાં આવી છે.

વોર્ડ નંબર 18માં 2 ઇન્‍ડસ્‍ટ્રીયલના બાકી લેણા સામે રિકવરી રૂપિયા 5.35 લાખ, સે.ઝોન દ્વારા 13 મિલ્‍કતોને સીલ, આ સાથે રિકવરી રૂપિયા 16.40 લાખ તથા વેસ્‍ટ ઝોન દ્વારા 15 મિલ્‍કતોને સીલ તથા રિકવરી રૂપિયા 3.82 લાખ રૂપિયા અને ઇસ્‍ટ ઝોન દ્વારા 10 મિલ્‍કતોને સીલ તથા રિકવરી રૂપિયા 11.26 લાખની વસુલાત કરવામાં આવી છે.

English summary
Strict action of RMC tax branch, sealed 38 properties including factory, shop, office.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X