For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જસદણમાં સફાઈ કામદાર મહિલાઓનુ ઉપવાસ આંદોલન ફરીથી શરુ

રાજકોટના જસદણમાં કરાર આધારિત કામ કરતી સફાઈ કામદાર મહિલાઓ કાયમી કરવાની માંગ સાથે આંદોલન પર ઉતરી છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટઃ રાજકોટના જસદણમાં કરાર આધારિત કામ કરતી સફાઈ કામદાર મહિલાઓ કાયમી કરવાની માંગ સાથે આંદોલન પર ઉતરી છે. જસદણ નગરપાલિકા કચેરીના ગ્રાઉન્ડ ખાતે કરાર આધારિત 8 સફાઈ કામદાર મહિલાઓએ કાયમી કરવાની માંગ સાથે ઉપવાસ આંદોલન શરુ કર્યુ છે.

Sweeper women

આંદોલનમાં બેઠેલી મહિલાઓએ જણાવ્યુ હતુ કે જસદણ નગરપાલિકામાં અમે જ્યારે પહેલા આંદોલનમાં બેઠા હતા ત્યારે ચીફ ઓફિસરે, કમિશ્નરે અમને જણાવ્યુ હતુ કે તમને રોજમદારમાં નિમણૂક આપી દેવામાં આવી છે તેમ કહી સમાધાન કરી અમારા આંદોલનને સમેટાવી લીધુ હતુ પરંતુ જ્યારે અમારો પગાર થયો ત્યારે ખબર પડી કે અમને કોન્ટ્રાક્ટ તરીકે રાખવામાં આવ્યા છે. બાદમાં અમે રાજકોટ ગયા ત્યાંથી કમિશનરે જસદણ પાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો કે આ કઈ બાબત છે.

ચીફ ઓફિસરે કહ્યુ કે આવી કોઈ અમારે તેમની સાથે વાત થઈ નથી. જેથી અમારી સાથે અન્યાય થયો છે. માટે અમે કાયમી કરવાની માંગ સાથે 8 મહિલાઓ આજથી આંદોલન પર બેઠા છીએ. અમે ઉપવાસ આંદોલન માટે માંડવો નાખ્યો તો ચીફ ઓફિસરે અમને માંડવો પણ ના નાખવા દીધો અને અહીંથી ચાલ્યા જવા કહ્યુ. અમને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી બધી બહેનો ભૂખ્યા તરસ્યા અહીં જ બેઠા રહીશુ. એક મહિલાએ જણાવ્યુ કે અમે અહીં ઉપવાસ આંદોલન પર બેઠા છીએ અને મારા પતિને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે. અમારા નાના બાળકો છે. મહિલા સફાઈ કર્મીઓ ન્યાય ન મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી આપી છે.

English summary
Sweeper women fast andolan starst again in Jasdan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X