Rajkot Fire: રાજકોટ અગ્નિકાંડ અંગે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ગેમિંગ ઝોનના માલિકની ધરપકડ

Rajkot Fire: પોલીસે રાજકોટમાં ગેમિંગ ઝોનના કો-ઓનરની ધરપકડ કરી છે. ગયા મહિને રાજકોટ ગેમ ઝોનમાં આગમાં 27 લોકોના મોત થયા હતા. શુક્રવારના રોજ એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ કેસમાં ધરપકડની સંખ્યા 10 પર પહોંચી ગઈ છે.

TRP ગેમ ઝોનના છ માલિકોમાંના એક અશોક સિંહ જાડેજાએ ગુરુવારે સાંજે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. 25 મેના રોજ ગુજરાતના રાજકોટમાં ગુમિંગ ઝોનમાં આગ ફાટી નીકળ્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શુક્રવારે પુષ્ટિ કરી હતી કે, અશોક સિંહ જાડેજા ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં છે.

Rajkot Fire

પોલીસે પાંચ સહ-માલિકો અને ગેમિંગ ઝોનના મેનેજરની ધરપકડ કરી હતી. ચાર સરકારી અધિકારીઓની પણ અટકાયત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) વગર ગેમ ઝોનનું સંચાલન કરવામાં આવી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સળગી ગયેલા TRP ગેમિંગ ઝોનના ઉદ્ઘાટન સમારોહમાં અનેક વરિષ્ઠ અધિકારીઓની હાજરી સામે ગુજરાત હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, સરકાર માત્ર નીચલા સ્તરના અધિકારીઓને પકડી રહી છે અને મોટી માછલીઓને છોડી રહી છે.

ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે, ગેમિંગ ઝોનનું બાંધકામ શરૂ થયું ત્યારથી તે પૂર્ણ થયું ત્યાં સુધી કોની ભૂલ હતી તેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. તેના ઉદ્ઘાટન સમારોહમાં ટોચના અધિકારીઓએ ભાગ લીધો હતો. તમે માત્ર નીચલા સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. આ મામલે ઉચ્ચ અધિકારીઓએ પણ જવું પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર એમ ન કહી શકે કે મને આની જાણ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X