પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરાશે, છેતરપિંડી બદલ એકની ધરપકડ
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત જિલ્લામાં વિવિધ સ્થળોએ પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવશે.

છેતરપિંડી કરતો માણસ ઝડપાયો
અમરેલી જિલ્લાની રાજુલા પોલીસે લોકોને સારા વળતરની લાલચ આપી સોનાના દાગીના તફડાવી જનાર એક શખ્સની ધરપકડ કરી છે.
પોલીસના જણાવ્યા અનુસારઅશરફશા કનોજિયા (41) દિલીપ મકવાણાના 24,000 રૂપિયાના સોનાના દાગીના લઈને ભાગી ગયો હતો.
કનોજીયાએ મકવાણાને ઘરેણાનું સારું વળતર આપવાનુંવચન આપીને લાલચ આપી હતી. પોલીસે કનોજિયા પાસેથી રૂપિયા 1.55 લાખની રોકડ અને દાગીના જપ્ત કર્યા હતા.

જેટી પર માછલીના વેપારીને માર માર્યો
દીવના માછલીના વેપારી શબ્બીર હાલાઈએ સંદિપ જાદવ અને વિનોદ જાદવ સામે જેટી પર માર મારવાની ફરિયાદ નોંધાવી છે. હાલાઈએ તેની ફરિયાદમાં જણાવ્યું છેકે, તેણે આરોપીઓને તેમની પાસેથી માછલી ખરીદવા માટે 3 લાખ રૂપિયા આપ્યા હતા.
વારંવાર રીમાઇન્ડર કરવા છતાં આરોપીએ ન તો તેને માછલી વેચી કે ન તોએડવાન્સ રકમ પરત કરી. 7 જાન્યુઆરીના રોજ આરોપીઓ દ્વારા હાલાઈને જેટી પર બોલાવવામાં આવ્યો હતો.
જ્યાં ઉગ્ર દલીલ બાદ તેઓએ તેને કથિત રીતે મારમાર્યો હતો અને તેના પર અપશબ્દો પણ કહ્યા હતા. બંને આરોપીઓ ભાજપના કાર્યકરો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા રાજ્ય સરકારનું કરૂણા અભિયાન
ઉત્તરાયણ પર્વ નજીકના સમયમાં આવી રહ્યો છે, આ તહેવારને ધ્યાનમાં રાખીને પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી-2022 દરમિયાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન 'જીવો અને જીવવા દો' ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનીપ્રેરણા અને દિશાદર્શનમાં યોજાશે.
આ અભિયાનના દિવસો દરમિયાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારાકંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
