For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉડતા ગુજરાત : 10 કિલો ગાંજો ઝડપાયો

રાજકોટ શહેર અને મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાંથી બે અલગ-અલગ ઘટનાઓમાં અંદાજે 10 કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. વાંકાનેરમાં પોલીસે 65 વર્ષીય ચંદ્રકાંત જોબનપુત્રાના ઘરે રેડ કરીને 68 લાખનો 6.5 કિલો ગાંજો જપ્ત કર્યો છે.

|
Google Oneindia Gujarati News

રાજકોટ : સોમવારના રોજ રાજકોટ શહેર અને મોરબી જિલ્લાના વાંકાનેર શહેરમાંથી બે અલગ-અલગ ઘટનાઓમાં અંદાજે 10 કિલો ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. વાંકાનેરમાં પોલીસે 65 વર્ષીય ચંદ્રકાંત જોબનપુત્રાના ઘરે રેડ કરીને 68 લાખની કિંમતનો 6.5 કિલો ગાંજા જપ્ત કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેણે સુરતના મનોજ જૈન દ્વારા રાજકોટના રહેવાસી હસમુખ બખ્તરિયા મારફત ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો.

drugs

અન્ય એક કેસમાં રાજકોટ પોલીસે ઉત્તર પ્રદેશના રહેવાસી મનોજ તિવારી પાસેથી 3.5 કિલો ગાંજા રિકવર કર્યો હતો, જે જામવાડી GIDC, TNNમાં મજૂર તરીકે કામ કરે છે.

10 નવેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ખંભાળિયા હાઈવે પરથી ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમાં ખંભાળિયામાં આવેલા આરાધના ધામ પાસેથી એક ખાનગી કારમાંથી અંદાજિત 66 KG ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. આ ડ્રગ્સની કિંમત 350 કરોડથી વધુની આંકવામાં આવી રહી હતી. આ ડ્રગ્સ સમુદ્ર માર્ગે ગુજરાતમાં લવાયું હોવાની બાતમી પોલીસને મળી હતી.

નોંધનીય છે કે, છેલ્લા નવેમ્બરમાં સુરત અને અમદાવાદમાંથી પણ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જે બાદ 10 નવેમ્બરના રોજ 16 કિલો હેરોઈન સાથે મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો દેવભૂમિ દ્વારકા ખાતેથી ઝડપાયો હતો.

English summary
Udta Gujarat : 10 kg of cannabis seized.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X